બુધવારે શેરબજાર લીલા નિશાને ખૂલ્યું હતું, સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાને ખૂલ્યા. સવારે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ +89.09 પોઇન્ટના વધારા સાથે 83,786.38 અંક પર ખૂલ્યુ જ્યારે નિફ્ટી +18.95 પોઇન્ટના વધારા સાથે 25,560.75 અંક પર ખૂલ્યું.
વૈશ્વિક સ્તરે શેરબજારની સ્થિતિ ?
- એશિયા પેસિફિકમાં આજે શેરમાર્કેટની સુસ્ત શરૂઆત રહી. રોકાણકારો અમેરિકી ફેડ ચેરમેન પૉવેલની વાતોને લઇને સતર્ક જોવા મળ્યા. તેઓએ મંગળવારે કહ્યું હતું કે જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ દર ન લગાવતા તો ફેડ અત્યાર સુધીમાં વ્યાજદરોમાં ઘટાડો કરી દેત.
- આ વચ્ચે જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 0.9 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સમાં 0.24 ટકાનો ઘટાડો થયો. કોસ્પી 0.45 ટકા તૂટ્યો
- ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 0.42 ટકાની તેજી સાથે અપટ્રેન્ડમાં રહ્યો.
- અમેરિકી સ્ટોક ફ્યૂચર્સ આજે એશિયાઇ ટ્રેડિંગમાં સ્થિર જોવા મળ્યા. વોલ સ્ટ્રીટમાં અથવાડિયાની શરૂઆતમાં સ્ટોક્સને લઇને ઓછો જોશ જોવા મળ્યો.
- અમેરિકી બજારની સ્થિતિ જોઇએ તો, મંગળવારે શેર બજારમાં S&P 500 ઇન્ડેક્સ 0.11 ટકા ઘટીને 6,198.01 પર બંધ થયો. જ્યારે Nasdaq Compositeમાં 0.82 ટકાનો ઘટાડો રહ્યો જે 20,202.89 પર બંધ થયો. Dow Jonesએ સારુ પર્ફોમ કર્યુ. તે 0.91 ટકા વધીને 44,494.94 પર બંધ થયો.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket