મંગળવારે ભારતીય શેરબજાર મજબૂત રીતે ખુલ્યું. શરૂઆતના વ્યવહારોમાં  સવારે 9.31 BSE સેન્સેક્સ 316 પોઇન્ટના વધારા સાથે 81,103.95 અંકે ખૂલ્યો. જ્યારે Nifty50 316.66 પોઇન્ટના વધારા સાથે 24,859 અંક પર ખૂલ્યો. મોટા શેરો ઉપરાંત, મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ લીલા રંગમાં રહ્યા. Nifty Midcap 0.28% અને Nifty Smallcap 0.32% વધ્યા.

લીલા નિશાનમાં માર્કેટ ખૂલ્યું 

સેન્ટર અને IT સેક્ટરમાં મજબૂત ખરીદી જોવા મળી. ખાસ કરીને, Nifty IT ઇન્ડેક્સ 2% મજબૂત થયો, જેમાં Infosys ના શેર લગભગ 3% વધ્યા.

એશિયન બજારોમાં કેવી છે સ્થિતિ ? 

એશિયન બજારોમાં આજે અસ્થિરતા જોવા મળી. ચીનનો CSI 300 ઇન્ડેક્સ 0.19% ઘટ્યો, જ્યારે હોંગકોંગનો Hang Seng 0.3% વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 0.49% ના વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.9% ઉછળીને રેકોર્ડ સ્તરે પહોંચ્યો. આ સતત બીજો દિવસ છે જ્યારે નિક્કી વધ્યો છે. વડા પ્રધાન શિગેરુ ઇશિબાના રાજીનામાની જાહેરાત પછી બજારમાં મજબૂતી જોવા મળી.

વોલ સ્ટ્રીટ પર ટેક શેરો ચમક્યા

સોમવારે યુએસ બજારો વધારા સાથે બંધ થયા. ડાઉ જોન્સ 0.25%, નાસ્ડેક 0.45% અને S&P 500 ઇન્ડેક્સ 0.21% વધ્યા. નાસ્ડેકે નવો રેકોર્ડ બનાવ્યો. ટેક શેરોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. રોકાણકારોને આશા છે કે યુએસ ફેડરલ રિઝર્વ આવતા અઠવાડિયે વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.


વધુ અપડેટ માટે જુઓ..

https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices