આજથી શરૂ થઇ રહેલી જીએસટી કાઉન્સિલની બેઠક વચ્ચે માર્કેટમાં તેજી આવી છે. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયું. જો કે સવારે શેર માર્કેટ લાલ નિશાનમાં ખૂલ્યું હતું. સેન્સેક્સ+414.34 પોઇન્ટના વધારા સાથે 80,572 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 136 પોઇન્ટના વધારા સાથે 24,716 અંકે બંધ થયો.

સવારે લાલ નિશાનમાં ખૂલ્યું હતું માર્કેટ

 વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર બુધવારે ઘટાડા સાથે ખૂલ્યા. સવારે 9.31 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાને જોવા મળ્યો. સેન્સેક્સ 4.68 પોઇન્ટના ઘટાડા સાથે 80,153.21 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 0.95 પોઇન્ટના ઘટાડા સાથે 24,578 અંકે ખૂલ્યા.

વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો છે?

મંગળવારે વોલ સ્ટ્રીટ ઘટ્યા બાદ બુધવારે સવારે એશિયન બજારો ઘટ્યા. વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારો અને આંતરરાષ્ટ્રીય વેપાર અંગે નવી ચિંતાઓથી સેન્ટિમેન્ટ્સ પ્રભાવિત થયા.

 ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.5 ટકા ઘટ્યો.

 જાપાનનો Nikkei 225 ઇન્ડેક્સ 0.35 ટકા ઘટ્યો.

 દક્ષિણ કોરિયાનો Kospi અસ્થિર વેપારમાં લગભગ સ્થિર રહ્યો.

અમેરિકામાં માર્કેટની શું છે સ્થિતિ ? 

મંગળવારે યુએસમાં મુખ્ય સૂચકાંકો નીચા સ્તરે બંધ થયા. રોકાણકારો ફેડરલ અપીલ કોર્ટના ચુકાદાની અસરનું મૂલ્યાંકન કરી રહ્યા હતા જેણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાગના ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યા હતા.

ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.55% ઘટ્યો, S&P 500 0.69% નબળો પડ્યો અને ટેક-હેવી Nasdaq Composite 0.82% ઘટ્યો.

રોકાણકારો યુએસ રોજગાર ડેટા અને ફેડરલ રિઝર્વની બેજ બુકની રાહ જોઈ રહ્યા છે.

 યુરોઝોનમાં રોકાણકારો પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (PPI) અને HCOB સર્વિસીસ PMI પર નજર રાખશે.