મંગળવારે ભારતીય શેરબજારોમાં મર્યાદિત કે ધીમી ગતિએ કારોબાર જોવા મળ્યો. શરૂઆતના કારોબારમાં મુખ્ય સૂચકાંકો ફ્લેટ ખૂલ્યા.  GIFT Nifty લગભગ 30 પોઈન્ટના વધારા સાથે 22650ના સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યું છે. એશિયન બજારોમાં પણ સુસ્તીના સંકેતો જોવા મળી રહ્યા છે. દરમિયાન, બ્રેન્ટ ક્રૂડ ઓઈલ $100ના સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યું છે અને તેમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે.

શેરબજારની ફ્લેટ શરૂઆત 

સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને  ફ્લેટ લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ +116.91 પોઇન્ટના વધારા સાથે 72,499.38 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી +36.00 પોઇન્ટના વધારા સાથે 22,591.75 અંકે ખૂલ્યો. 

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી ચિંતા હળવી

SEBI-રજિસ્ટર્ડ ઓનલાઈન ટ્રેડિંગ અને વેલ્થ-ટેક ફર્મ 'એનરિચ મની' (Enrich Money) ના CEO પોનમુદી આર. (Ponmudi R) ના જણાવ્યા અનુસાર, આજે ભારતીય શેરબજારો મોટાભાગે સ્થિર રહેવાની અપેક્ષા છે. ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ બજારને થોડો ટેકો પૂરો પાડી શકે છે. પશ્ચિમ એશિયામાંથી તેલના પુરવઠામાં સુધારાના સંકેતો વચ્ચે WTI ક્રૂડ પ્રતિ બેરલ આશરે $૮૯-૯૦ પર ટ્રેડ થઈ રહ્યું છે. તેલના પુરવઠામાં વધારો અને ઈમરજન્સી ભંડારમાંથી તેલ મુક્ત કરવાની યોજનાઓને કારણે પુરવઠા અંગેની ચિંતાઓ કંઈક અંશે હળવી થઈ છે.

પશ્ચિમ એશિયામાં તણાવ યથાવત

જોકે, પશ્ચિમ એશિયામાં તણાવ હજુ પણ યથાવત છે. સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધનની નૌકાદળે યમનના અલ-હુદાયદાહ (Al-Hudaydah) વિસ્તારમાં કામગીરી હાથ ધરી છે. તેનો ઉદ્દેશ્ય દક્ષિણ લાલ સમુદ્ર અને બાબ અલ-મંદબ સ્ટ્રેટમાં શિપિંગ રૂટ્સ પર હુથી (Houthi) હુમલાના જોખમને ઘટાડવાનો છે. તેલ અને ઊર્જા સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનું જોખમ પણ રહેલું છે, જે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડાની શક્યતાને મર્યાદિત કરી શકે છે.


એશિયન બજારોમાં શરૂઆતના કારોબારમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. જાપાનના નિક્કી ૨૨૫ (Nikkei 225) અને દક્ષિણ કોરિયાના કોસ્પી (KOSPI) બંનેમાં ૦.૨૦ ટકાથી વધુનો વધારો થયો છે. ભારતીય બજાર માટે આ કંઈક અંશે સકારાત્મક સંકેતો છે.