મહિનાના અંતિમ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારની શરૂઆત સુસ્ત રહી હતી. શેર માર્કેટ લાલ નિશાનમાં ખૂલ્યું હતું. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 96.41 પોઇન્ટના ઘટાડા સાથે 83,659.46 અંકે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ લાલ નિશાને ખૂલ્યો હતો. જો કે ઓપનિંગની થોડી જ મિનિટોમાં લીલા નિશાને માર્કેટ જોવા મળ્યુ હતું.

આ પરિબળો નક્કી કરે છે માર્કેટની સ્થિતિ 

યુએસ ટેરિફની સમયમર્યાદામાં શક્ય છૂટછાટની અપેક્ષાને કારણે આ વધારો નોંધવામાં આવ્યો હતો. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ગુરુવારે જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અન્ય વેપારી દેશો સાથે વેપાર સોદા સુરક્ષિત કરવા માટે પારસ્પરિક ટેરિફ લાદવાની 9 જુલાઈની સમયમર્યાદા લંબાવી શકે છે. જો કે ઘણા પરિબળો છે જેના થકી શેરબજારની ગતિવિધિ નક્કી થાય છે. આમાં વૈશ્વિક બજારોમાંથી સંકેતો, યુએસમાં ટેરિફ અંગે અનિશ્ચિતતા, પ્રાથમિક બજાર (IPO) માં પ્રવૃત્તિ, મધ્ય પૂર્વમાં તણાવ, તેમજ વિદેશી વિનિમય અનામત ડેટા અને સંસ્થાકીય રોકાણકારો (FII) ની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

વૈશ્વિક બજારમાં શું છે સ્થિતિ ? 

એશિયાઇ બજારમાં પણ મજબૂતી જોવા મળી હતી. અમેરિકામાંથી મળી રહેલા સકારાત્મક સંકેતને પગલે આ શક્ય બન્યું. વ્હાઇટ હાઉસએ ટેરિફની સમય સીમાને લઇને નરમ વલણ બતાવ્યુ છે જેનાથી રોકાણકારોને રાહત મળી છે.

એશિયાઇ માર્કેટની વાત કરીએ તો, જાપાનનો નિક્કેઇ 1.22 ટકા વધ્યો. જ્યારે ટૉપિક્સ ઇન્ડેક્સમાં 1.1 ટકાની તેજી જોવા મળી. ટોકિયોમાં કોર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જૂનમાં વાર્ષિક આધારે 3.1 ટકા વધ્યો ડે મેમાં 3.6 ટકા અને અનુમાનિત 3.3 ટકાથી ઓછો રહ્યો. દક્ષિણ કોરિયાની કોસ્પી અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 પણ 0.4 ટકાના વધારામાં રહ્યા.

અમેરિકાના માર્કેટની વાત કરીએ તો, ગુરુવારે શેરબજારમાં તેજી જોવા મળી. S&P 500 ઇન્ડેક્સ 0.8 ટકા વધીને 6141 પર બંધ થયો જે ફેબ્રુઆરીમાં ઓલટાઇમ 6,147.43ની નજીક છે. Nasdaq Composite 0.97 ટકા વધીને 20,167.91 બંધ થયો જ્યારે ડાઉ જોન્સમાં 404.41 અંકોનો વધારો રહ્યો જે 43,386.84 પર બંધ થયો. 



 વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket