ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત થઇ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં નજીવા વધારા સાથે ખૂલ્યા છે. સવારે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ −29.77 પોઇન્ટના વધારા સાથે 82,604.70 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી −14.75 પોઇન્ટના વધારા સાથે 25,197.30 અંક પર ખૂલ્યો.
વૈશ્વિક બજારોના શું છે સંકેત?
આજે રોકાણકારોની નજર ખાસ કરીને એક્સિસ બેંક અને વિપ્રોના એપ્રિલ-જૂન ત્રિમાસિક પરિણામો પર નજર રહેશે. આ ઉપરાંત એફઆઇઆઇ અને ડીઆઇઆઇ રોકાણનું વલણ, આઇપીઓ બજારની હલચલ અને વૈશ્વિક સંકેત પણ બજારને દિશા આપે છે.
એશિયાઇ બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે, જાપાનના નબળા વેપાર આંકડા અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોએ રોકાણકારોને સાવધ કર્યા. જૂનમાં જાપાનની નિકાસ પ્રવૃત્તિઓ સતત બીજા મહિને નબળી રહી. જૂનમાં નિકાસ વાર્ષિક ધોરણે 0.5 ટકા ઘટી હતી. જ્યારે વિશ્લેષકોએ વૃદ્ધિની અપેક્ષા રાખી હતી. ચીનમાં નિકાસમાં 4.7 ટકા અને યુએસમાં 11.4 ટકાનો ઘટાડો થયો હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે વૈશ્વિક માંગ હજુ પણ નબળી છે.
આ વૈશ્વિક સંકેતોની અસર એશિયન બજારો પર જોવા મળી હતી. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.46 ટકા ઘટ્યો હતો. જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ સ્થિર રહ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.79 ટકા ઘટ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.54 ટકા વધ્યો હતો.
બીજી બાજુ યુએસ બજારોના વાયદામાં ઘટાડો થયો હતો. S&P 500 વાયદા 0.17 ટકા, Nasdaq 100 વાયદા 0.18 ટકા અને Dow Jones વાયદા લગભગ 80 પોઈન્ટ અથવા 0.18 ટકા ઘટ્યા હતા. જોકે, બુધવારે યુએસ બજારો થોડા વધારા સાથે બંધ થયા. S&P 500 0.32 ટકા, ડાઉ જોન્સ 0.53 ટકા અને નાસ્ડેક 0.26 ટકા વધ્યા. નાસ્ડેક સતત નવમા દિવસે રેકોર્ડ બંધ રહ્યો.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket