એશિયાઇ શેરબજારમાં મિશ્ર સંકેતોની વચ્ચે ભારતીય  શેરબજારમાં બુધવારે ઘટાડા સાથે ખૂલ્યું. માર્કેટની શરૂઆત લાલ નિશાનમાં થઇ હતી. સેન્સેક્સ સવારે 9.30 કલાકે 166.20 પોઇન્ટના ઘટાડા સાથે  82,404.70 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી 55.75 પોઇન્ટના ઘટાડા સાથે  25,140.05 અંકે ખૂલ્યો. 


વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?


  • બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયા સાથે પ્રારંભિક વેપાર કરારની જાહેરાત કર્યા બાદ એશિયન બજારો મિશ્ર રહ્યા હતા. આ જાહેરાત પછી પ્રાદેશિક સૂચકાંકોમાં નબળાઈ જોવા મળી હતી.
  • જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.11 ટકા વધ્યો હતો. જ્યારે ટોપિક્સ નકારાત્મક વલણ સાથે સ્થિર રહ્યો હતો.
  • કોસ્પી 0.53 ટકા ઘટ્યો હતો અને ASX 200 0.73 ટકા ઘટ્યો હતો.
  • રોકાણકારો આજે ઇન્ડોનેશિયાની સેન્ટ્રલ બેંકના નીતિગત નિર્ણય પર પણ નજર રાખી રહ્યા છે.
  • વોલ સ્ટ્રીટ પર S&P 500 મંગળવારે 0.4 ટકા ઘટીને 6,243.76 પર બંધ થયો હતો.
  • જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 436.36 પોઇન્ટ અથવા 0.98 ટકા ઘટીને 44,023.29 પર બંધ થયો હતો.
  • નાસ્ડેક કમ્પોઝિટ 0.18 ટકા વધીને 20,677.80 પર બંધ થયો હતો.


વધુ અપડેટ માટે જુઓ..


https://sandesh.com/stockmarket