એશિયન બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર આજે વધારા સાથે ખુલ્યું. એશિયન બજારોમાં તેજીની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી. ઉપરાંત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને કન્ઝમ્પશન શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો. સવારે 9.31 કલાકે સેન્સેક્સ 183 પોઇન્ટના વધારા સાથે 80,548 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 44.35 પોઇન્ટના વધારા સાથે 24,669 અંકે ખૂલ્યો.
વૈશ્વિક માર્કેટમાં શું છે ?
રોકાણકારોએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના નેતાઓની તિઆનજિનમાં યોજાયેલી બેઠકના પરિણામ પર વિચાર કર્યો હોવાથી એશિયન બજારો મોટાભાગે ઊંચા હતા. જોકે, ટેરિફ અંગેની અનિશ્ચિતતાએ રોકાણની ભાવનાઓને કંઈક અંશે નબળી પાડી હતી. યુએસ ફેડરલ અપીલ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા મોટાભાગના વૈશ્વિક ટેરિફ ગેરકાયદેસર હતા.
