વૈશ્વિક બજારોમાંથી સુસ્ત સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની મંગળવારે અમંગળ શરૂઆત થઇ છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ પોઇન્ટના 603.38 ઘટાડા સાથે 81,032 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 181.25 અંકના ઘટડા સાથે 24,786.50 અંકે ખૂલ્યો. અમેરિકાએ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ લાદવા માટે સત્તાવાર સૂચના જારી કરી છે. આનાથી રોકાણકારોમાં ચિંતા વધી ગઈ છે અને ટેરિફ ઘટાડવાની કે સ્થગિત કરવાની આશા પર પાણી ફરી વળ્યું છે. 


અમેરિકાએ જાહેર કર્યુ ટેરિફ નોટિફિકેશન

અમેરિકાએ ભારતમાંથી થતી આયાત પર કુલ 50 ટકા ટેરિફ લાદવા માટે સત્તાવાર સૂચના જાહેર કર્યુ છે. આ નવો ટેરિફ 27 ઓગસ્ટ, 2025 ના રોજ રાત્રે 12.01  (EST) થી અમલમાં આવશે. યુએસ વહીવટીતંત્રનો દાવો છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં મોસ્કોને પરોક્ષ રીતે નાણાકીય સહાય પૂરી પાડી રહ્યું છે.

આ 50% ટેરિફ 1 ઓગસ્ટ પહેલા લાદવામાં આવેલા 25% પારસ્પરિક ટેરિફમાં સમાવિષ્ટ વધારાની ડ્યુટી સાથે લાગુ થશે. આનાથી ભારતની યુએસ નિકાસ $87 બિલિયન (લગભગ રૂ. 7.3 લાખ કરોડ) પર અસર પડી શકે છે. કાપડ, રત્નો અને ઝવેરાત, ચામડું, દરિયાઈ ઉત્પાદનો, રસાયણો અને ઓટો ભાગો જેવા ઉદ્યોગો સૌથી વધુ પ્રભાવિત થશે. જો કે, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ઉર્જા સંસાધનો જેવી કેટલીક મહત્વપૂર્ણ શ્રેણીઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો છે?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફેડરલ રિઝર્વ વચ્ચે વધતા જતા મતભેદ વચ્ચે મોટાભાગના એશિયન ઇક્વિટી બેન્ચમાર્ક ડોલરની સાથે ઘટ્યા હતા. MSCI AC એશિયા પેસિફિક 0.7 ટકા ઘટ્યો હતો. જાપાનના નિક્કી (1.09 ટકા નીચે) અને દક્ષિણ કોરિયાના કોસ્પી (0.86 ટકા નીચે) માં ઘટાડાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.


વધુ અપડેટ માટે જુઓ..

https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices



  • Follow us on: