અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને વૈશ્વિક બજારોમાં વેચવાલીનો માહોલ ભારતીય શેરબજાર પર પણ અસર કરી. GIFT નિફ્ટીના સંકેતો અનુસાર, ગુરુવારે સ્થાનિક બજાર દબાણ હેઠળ ખુલ્યો.. GIFT નિફ્ટી આશરે 181 પોઈન્ટ ઘટીને 23,335 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો.
શેરબજાર લાલ નિશાને ખૂલ્યું
સ્થાનિક મોરચે, રોકાણકારો હાલમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકના પરિણામની રાહ જોઈ રહ્યા છે. RBI શુક્રવારે પોતાનો નિર્ણય જાહેર કરશે. પરિણામે, બજારમાં સાવચેતીનું વાતાવરણ જોવા મળ્યું છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 299.46 પોઇન્ટના ઘટાડા સાથે 74,046.71 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 71.45 પોઇન્ટના ઘટાડા સાથે 23,334.15 અંકે ખૂલ્યો.










