એશિયાઇ બજારોમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે વધારા સાથે ખૂલ્યું છે. આઇટી શેરમાં ખરીદીથી માર્કેટને થોડુ પુશ મળ્યું છે. સાથે જ અમેરિકી ટેરિફ જોખમો હોવા છતાં ચાલુ વર્ષની પ્રથમ ત્રિમાસિક આર્થિક વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાથી રોકાણકારોનો ભરોસો વધ્યો છે.

સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 364 પોઇન્ટના વધારા સાથે 80,173 અંકે ખૂલ્યો છે. જ્યારે નિફ્ટી 106 પોઇન્ટના વધારા સાથે 24,533.75 અંકે ખૂલ્યો છે.


વૈશ્વિક બજારોના શું છે સંકેત 

સોમવારે એશિયન બજારોમાં ઘટાડો થયો. રોકાણકારોએ યુએસ ફેડરલ અપીલ કોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 'પારસ્પરિક ટેરિફ' ગેરકાયદેસર છે. યુએસ અપીલ કોર્ટે ચુકાદો આપ્યો કે ટ્રમ્પે 2 એપ્રિલના "લિબરેશન ડે" ની ઘોષણાના ભાગ રૂપે લગભગ દરેક મુખ્ય વેપાર ભાગીદાર પર જંગી ટેરિફ લાદીને તેમના રાષ્ટ્રપતિના અધિકારનું ઉલ્લંઘન કર્યું છે.


જાપાનનો નિક્કી 225 0.92 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.85 ટકા અને ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.17 ટકા ઘટ્યો. તેનાથી વિપરીત, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.20 ટકાના વધારા સાથે થોડો ઊંચો વેપાર કરવામાં સફળ રહ્યો.


વોલ સ્ટ્રીટમાં ઘટાડો થયો. રોકાણકારોએ નવીનતમ ફુગાવાના ડેટા પર પ્રતિક્રિયા આપી. આ સૂચવે છે કે ટેરિફ ગ્રાહક ભાવોને અસર કરવાનું શરૂ કરી દીધું છે. S&P 500 0.64 ટકા ઘટ્યો, જ્યારે ટેકનોલોજી આધારિત નાસ્ડેક કમ્પોઝિટ 1.15 ટકા ઘટ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ પણ નકારાત્મક બંધ થયો, 0.20 ટકા ઘટ્યો.



વધુ અપડેટ માટે જુઓ..

https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices