ગુરુવારે શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં થઇ છે. સેન્સેક્સ 166.58 પોઇન્ટના ઘટાડા સાથે 82,560 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 33.75 પોઇન્ટના ઘટાડા સાથે  25,186.15 અંકે ખૂલ્યો.શેરબજારની ગતિવિધિ ઘણા મહત્વપૂર્ણ પરિબળો પર આધાર રાખી શકે છે. આમાં કંપનીઓના Q1 પરિણામો, જુલાઈ મેન્યુફેક્ચરિંગ PMI ફ્લેશ ડેટા, નિફ્ટી F&O સમાપ્તિ, વૈશ્વિક બજારના સંકેતો જેવા પરિબળોનો સમાવેશ થાય છે.

વૈશ્વિક સંકેતો શું કહે છે? 

વૈશ્વિક બજારમાંથી સારા સંકેતો મળી રહ્યા છે. એશિયા-પેસિફિક બજારોમાં આજે તેજી જોવા મળી છે. અમેરિકા અને જાપાન વચ્ચે વેપાર સોદા પર થયેલી સમજૂતી અને યુરોપિયન યુનિયન સાથેની વાટાઘાટોમાં થયેલા સકારાત્મક સંકેતોએ રોકાણકારોના સેન્ટિમેન્ટને મજબૂત બનાવ્યું છે. જાપાનનો ટોપિક્સ ઇન્ડેક્સ 1.2% ના વધારા સાથે રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નિક્કી 1.09% વધ્યો હતો. કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.6% વધ્યો છે અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યો છે.

યુએસ બજારોમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. S&P 500 સતત ત્રીજા દિવસે રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયો હતો અને 6,358.91 ના સ્તરે પહોંચ્યો હતો. ડાઉ જોન્સ 507.85 પોઈન્ટ ઉછળીને 45,010.29 પર બંધ થયો હતો. નાસ્ડેક પણ પહેલી વાર 21,000 ના સ્તરને પાર કરીને 21,020.02 પર બંધ થયો હતો.

આજે, રોકાણકારો વૈશ્વિક સ્તરે ECBના વ્યાજ દરના નિર્ણય, યુએસ બેરોજગારીના ડેટા અને જુલાઈના ઉત્પાદન અને સેવા PMI (યુકે, જાપાન અને યુરોઝોન) પર પણ નજર રાખશે.


વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket