ગુરુવારની તેજી બાદ શુક્રવારના રોજ બજાર આજે સવારે બજાર ઘટાડા સાથે ખૂલ્યું. સેન્સેક્સ અને નિફ્ટીમાં બજારના આરંભે ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ થોડી જ વારમાં બજારમાં ઊછાળો જોવા મળ્યો. RBI રેપોરેટને લઈને સકારાત્મક અભિગમ રાખે તેના અનુમાનને પગલે બજારને વેગ મળ્યો. બજારમાં તેજીની રોનક પાછી જોવા મળી.

સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીની રોનક પાછી ફરી

બજારના આરંભે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ઘટાડા સાથે ખૂલ્યો હતો. સેન્સેક્સ −11.93 (0.014%) પોઈન્ટ ઘટીને 85,253.39ના સ્તરે ખૂલ્યું હતું. જયારે ગણતરીની મિનિટમાં સેન્સેક્સ +18.12 (0.021%) પોઈન્ટ વધી 85,283.44ના સ્તરે ટ્રેડ થવા લાગ્યો. બજાર ખૂલ્યાના થોડા જ સમયમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો. સેન્સેક્સની સાથે આ સમયે નિફ્ટી+11.15 (0.043%) પોઈન્ટ વધીને 26,044.90ના સ્તરે જોવા મળ્યો.

RBIનો મહત્વનો નિર્ણય, બજાર સકારાત્મક

ભારતીય રિઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડ ધારકોને આપી છે મોટી રાહત. ગ્રાહકોની સહમતિ વગર ક્રોડિટ કાર્ડ પર ઓવરલિમિટ એક્ટિવ નહીં થઈ શકે. હવે બેંક કસ્ટમર આ નાણાકીય જાળમાં નહીં ફસાય. RBIએ આવા તમામ ચાર્જ પર લગામ લગાવવા માટે એક કડક ગાઈડલાઈન જાહેર કરી દીધી છે.  RBI આજે રેપોરેટને લઈને જાહેરાત કરવાની છે. આ જાહેરાતની આજે બજાર પર અસર દેખાઈ. શેરબજાર ખૂલવાના સમયે ઘટાડા સાથે ખૂલ્યું હતું જયારે થોડી જ મિનિટમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો.

આજે બજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા અને ટાટા મોટર્સ પીવી સેન્સેક્સમાં ટોચના ઘટાડા સાથે રહ્યા. બીજી તરફ, એટરનલ, મારુતિ સુઝુકી, ભારત ઇલેક્ટ્રોનિક્સ, બજાજ ફાઇનાન્સ અને કોટક મહિન્દ્રા બેંકના શેર ટ્રેડ કરી રહ્યા છે. મહત્વનું છે કે બુધવારે 3 ડિસેમ્બર એશિયન બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર લીલા રંગમાં ખુલ્યા હતા. જયારે બીજા દિવસે ગુરુવારના રોજ બજારમાં તેજી જોવા મળી હતી.