વૈશ્વિક બજારોના મિશ્ર વલણો વચ્ચે ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે ખૂલ્યું, ફાર્મા શેરોમાં વધારાથી બજારને ટેકો મળ્યો. ઉપરાંત, અમેરિકા અને ભારત વચ્ચે ફરી એકવાર વેપાર અંગે વાતચીત શરૂ થવાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.


લીલા નિશાનમાં ખૂલ્યુ માર્કેટ


30  શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 30 પોઈન્ટ વધીને  81,455 અંકે ખુલ્યો. ખુલતાની સાથે જ તેમાં વધારો થયો. સવારે ૯:૨૫ વાગ્યે, તે 135.96 પોઈન્ટ અથવા0.17  ટકાના વધારા સાથે 81,561  પર ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી 50 પણ 4.70 પોઇન્ટના વધારા સાથે 24,977.80 અંકે ખૂલ્યો. 

ભારત-અમેરિકા વેપાર સોદો 

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા પર વાટાઘાટો વેગ પકડ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ લાવવા અને શક્ય તેટલી વહેલી તકે વેપાર વાટાઘાટો પૂર્ણ કરવાની આશા વ્યક્ત કરી છે.

ટ્રમ્પે જાહેરાત કરી છે કે બંને દેશો વચ્ચે વેપાર અવરોધો દૂર કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આગામી અઠવાડિયામાં મોદીને મળવા માટે આતુર છે. મોદીએ પણ આજે આવી જ ભાવનાઓ વ્યક્ત કરી અને કહ્યું કે બંને દેશોની ટીમો શક્ય તેટલી વહેલી તકે વેપાર વાટાઘાટો પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે.


વૈશ્વિક બજારોના શું છે સંકેત ? 


વૈશ્વિક સ્તરે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. રોકાણકારો ઓગસ્ટ મહિના માટે ચીનના ફુગાવાના ડેટાનું મૂલ્યાંકન કરી રહ્યા હતા.

ચાઇના મેઇનલેન્ડનો CSI 300 ઇન્ડેક્સ 0.13 ટકા વધ્યો. જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1 ટકા ઘટ્યો. ઓગસ્ટમાં, ચીનમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) વાર્ષિક ધોરણે (Y-o-Y) 0.4 ટકા ઘટ્યો.

જ્યારે રોઇટર્સ દ્વારા સર્વે કરાયેલા અર્થશાસ્ત્રીઓએ માત્ર 0.2 ટકાના ઘટાડાની અપેક્ષા રાખી હતી. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.57 ટકા વધીને નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરને સ્પર્શ્યો. જ્યારે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.61 ટકાના વધારા સાથે બંધ થયો.

યુએસ બજારોમાં S&P 500 ઇન્ડેક્સ 0.3 ટકાના વધારા સાથે રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયો. તેને ઓરેકલના શેરમાં 36 ટકાના વધારાથી ટેકો મળ્યો. તે જ સમયે, નાસ્ડેક નજીવા વધારા સાથે બંધ થયો જ્યારે ડાઉ જોન્સ 0.48 ટકા નીચે હતો.

હવે યુએસ રોકાણકારો ઓગસ્ટ મહિના માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) અને સપ્ટેમ્બર માટે પ્રારંભિક બેરોજગારી દાવાઓના ડેટાની રાહ જોઈ રહ્યા છે, જે આગામી સપ્તાહે ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયને માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.



વધુ અપડેટ માટે જુઓ..


https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices




  • Follow us on: