ગુરુવારે ભારતીય શેરબજાર નબળુ ખુલ્યુ. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો યથાવત રાખવા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતો તણાવ, નિફ્ટી F&O સમાપ્તિ, વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા પ્રવૃત્તિ જેવા વગેરે કારણોસર ભારતીય શેરબજાર આજે લાલ નિશાનમાં ખૂલ્યું. સવારે 9.30 કલાકે વાત કરીએ તો, સેન્સેક્સ સામાન્ય ઘટાડા સાથે 81,434 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે 24,820 અંકે ખૂલ્યો.
વૈશ્વિક બજારોમાં શું છે સંકેત ?
એશિયા-પેસિફિક બજારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તરફ રોકાણકારો અમેરિકાની નાણાકીય નીતિ પર નજર રાખી રહ્યા છે, તો બીજી તરફ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ અંગે ચિંતા છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.63% ઘટ્યો, ટોપિક્સ ઇન્ડેક્સ 0.44% ઘટ્યો, કોરિયાનો કોસ્પી પ્રારંભિક વધારા પછી 0.18% ઘટ્યો અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 થોડી નબળાઈ સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
બીજી તરફ યુએસમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સતત બીજા દિવસે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથે બેઠક યોજી, જેમાં ઈરાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી. દરમિયાન, યુએસ ફેડરલ રિઝર્વે ચોથી વખત વ્યાજ દર 4.25% થી 4.50% પર જાળવી રાખ્યા. ફેડ અધિકારીઓ માને છે કે આર્થિક અનિશ્ચિતતા થોડી ઓછી થઈ હોવા છતાં 2025 માં બે વાર દર ઘટાડાની શક્યતા હજુ પણ છે. 2026 અને 2027 માટે પણ ફક્ત નાના ફેરફારો સૂચવવામાં આવ્યા છે.
બુધવારે યુએસ શેરબજાર મિશ્ર બંધ થયું. ડાઉ જોન્સ 0.10% ઘટ્યો, S&P 500 0.03% ના નજીવા ઘટાડા સાથે બંધ થયો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 0.13% ના વધારા સાથે બંધ થયો. હવે બજારની નજર બેંક ઓફ ઈંગ્લેન્ડના વ્યાજ દરના નિર્ણય પર છે, જે આજે આવવાની અપેક્ષા છે.
18 જૂને શું હતી માર્કેટની સ્થિતિ ?
બુધવારે શેરબજારમાં સામાન્ય તેજી જોવા મળી છે. સવારે 9.30 કલાકે શેરબજારની વાત કરીએ તો, સેન્સેક્સ 117.48 પોઇન્ટના વધારા સાથે 81,700.77 અંકે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 43.35 પોઇન્ટના વધારા સાથે 24,896.75 અંકે ખૂલ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઇકાલે શેરબજાર લાલ નિશાને ખૂલ્યો હતો. બુધવારે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયુ. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ −153.72 પોઇન્ટના ઘટાડા સાથે 81,429 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 55.40 પોઇન્ટના ઘટાડા સાથે 24,798 અંક પર બંધ થયો. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં દબાણ જોવા મળ્યું. આઇટી, પીએસઇ અને મેટલ શેર્સમાં દબાણ રહ્યું જ્યારે ફાર્મા, રિયલ્ટી અને એનર્જી ઇન્ડેક્સ ઘટીને બંધ થયો. ઓટો, નિફ્ટી બેંક સાથે સાથે બંધ થયો.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket