ભારતીય શેરબજારોમાં જોવા મળેલી મજબૂત તેજી શુક્રવારે પણ જળવાઈ રહેવાની શક્યતા છે, અને મુખ્ય સૂચકાંકો સકારાત્મક વલણ સાથે ખૂલે તેવી અપેક્ષા છે. ગિફ્ટ નિફ્ટી (GIFT Nifty) માં નોંધાયેલા જોરદાર ઉછાળા બાદ આ સ્થિતિ સર્જાઈ છે, જે હાલમાં 23000ના સ્તરની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ એશિયાઈ બજારોમાં પણ ખરીદીનો મજબૂત પ્રવાહ જોવા મળી રહ્યો છે.

શેરબજાર ખૂલ્યું લાલ નિશાને 

ભારતીય શેરબજાર આજે લાલ નિશાનમાં ખૂલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો થયો. 9.37 કલાકે સેન્સેક્સ 227.46 પોઇન્ટના ઘટાડા સાથે 74,089.43 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 47.25 પોઇન્ટના ઘટાડા સાથે  22,950 અંકે ખૂલ્યો. 

સ્થાનિક શેરબજારોમાં સ્થિર શરૂઆત જોવા મળી શકે છે. અમેરિકી બજારોમાં આવેલી રિકવરી અને એશિયાઈ બજારોની મજબૂતીને કારણે સ્થાનિક બજારને ટેકો મળવાની અપેક્ષા છે. અમેરિકી સરકારી બોન્ડ યીલ્ડમાં નરમાશ આવવાથી થોડી રાહત મળી છે, જ્યારે સેમિકન્ડક્ટર શેરોમાં તાજેતરમાં જોવા મળેલો વેચવાલીનો દોર ધીમો પડવાના સંકેતોએ એશિયાઈ બજારોમાં વિશ્વાસ વધાર્યો છે. શરૂઆતી કારોબારમાં, જાપાનનો નિક્કી 225  (Nikkei 225) અને દક્ષિણ કોરિયાનો કોસ્પી (KOSPI) બંને 1% થી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

એશિયાઈ બજારોમાં તેજી

કોરિયન બજારમાં, કોસ્પી (KOSPI) લગભગ 3% ઉપર છે. જાપાનનો નિક્કી અને હોંગકોંગનો હેંગ સેંગ (Hang Seng) સૂચકાંક બંનેમાં 1% થી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ (Shanghai Composite) 0.70 % ના વધારા સાથે આગળ વધી રહ્યો છે. એશિયાઈ બજારોમાં આ તેજી નીચા ભાવે ફરીથી ખરીદી શરૂ થવાને કારણે આવી છે. અગાઉ, AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સંબંધિત રોકાણોને લઈને ચિંતાઓના કારણે ચિપ-નિર્માતા કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. દરમિયાન, ક્રૂડ ઓઈલના ભાવમાં થોડી નરમાશ જોવા મળી છે.

સેન્સેક્સમાં સામેલ 30 શેરોમાંથી 24 શેરો નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. RIL, બજાજ ફિનસર્વ અને HUL ના શેરોમાં 1% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ટેક મહિન્દ્રાના શેરમાં લગભગ 5% નો ઉછાળો આવ્યો છે.