એશિયાઇ બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર મંગળવારે લાલ નિશાનમાં ખૂલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યુ. સવારે 9.30 કલાકે સેન્સેક્સની વાત કરીએતો, −236.57 પોઇન્ટના ઘટાડા સાથે 81,559.58 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી −63.60 પોઇન્ટના ઘટાડા સાથે 24,882.90  અંક પર ખૂલ્યો હતો.

વૈશ્વિક સંકેતો શું કહે છે? 

વૈશ્વિક બજારોની વાત કરીએતો, રોકાણકારોની નજર ઇઝરાયલ-ઇરાન સંઘર્ષના ઘટનાક્રમ પર રહી. રોકાણકારો બેંક ઓફ જાપાનના નિતીગત નિર્ણયની પણ રાહ જોઇ રહ્યા છે. જેમાં આશા છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વ્યાજદરોમાં 0.5 ટકા સ્થિર રાખશે. આજે જ બે દિવસીય બેઠક સમાપ્ત થવાની છે.

જાપાનના નિક્કેઇમાં 0.68 ટકાનો વધારો થયો છે જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સમાં પોઝિટીવ વલણ સાથે સ્થિર રહ્યો. કોસ્પી 1.41 ટકાના વધારા સાથે અને એએસએક્સ 200માં કોઇ બદલાવ થયો નથી. આ બધા વચ્ચે એશિયાઇ બજારોમાં કારોબાર દરમિયાન અમેરિકી શેર ફ્યૂચર્સમાં ઘટાડો થયો છે.

સોમવારે શું હતી સ્થિતિ ? 

આ અઠવાડિયે પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ +198.55 પોઇન્ટના વધારા સાથે 81,317.16 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી +63.30 પોઇન્ટના વધારા સાથે 24,781.90 અંક પર ખૂલ્યો હતો સોમવાર 16 જૂને શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 677.55 પોઇન્ટના વધારા સાથે 81,796 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી 227.90 પોઇન્ટના વધારા સાથે 24,946 અંક પર બંધ થયો હતો. 


વધુ અપડેટ માટે જુઓ.. 

https://sandesh.com/stockmarket