અમેરિકી ટેરિફથી એશિયાઇ બજારમાં ખળભળાચ મચી ગયો છે. પરિણામે ભારતીય શેરબજાર પણ આજે ઘટાડા સાથે ખૂલ્યું. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 282.90 પોઇન્ટના ઘટાડા સાથે 80,902 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 73.05 પોઇન્ટના ઘટાડા સાથે 24,695.30 અંકે ખૂલ્યો છે.

ટોપ લુઝર અને ટોપ ગેનર 

સેન્સેક્સ કંપનીઓમાં, સન ફાર્માના શેર સૌથી વધુ ઘટ્યા. અમેરિકા દ્વારા ભારતમાંથી આયાત પર 25% ટેરિફ લાદવાથી ફાર્મા ક્ષેત્રને અસર થઈ છે. આ ઉપરાંત, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, પાવર ગ્રીડ મુખ્યત્વે ઘટાડામાં ટ્રેડ કરી રહ્યા છે.

 હિન્દુસ્તાન યુનિલિવર (HUL) ના શેર શરૂઆતના વેપારમાં લગભગ 4 ટકા વધ્યા. જૂન ક્વાર્ટરના મજબૂત પરિણામોને કારણે FMCG કંપનીના શેર વધ્યા. ઉપરાંત, કોટક બેંક, ITC, મારુતિ, એશિયન પેઇન્ટ્સ લીલા નિશાનમાં છે.


વૈશ્વિક બજારોમાં શું છે સંકેત ?

  • શુક્રવારે એશિયન શેરબજારોમાં ઘટાડ઼ો જોવા મળ્યો હતો. 
  • દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 3.4 ટકા ઘટ્યો હતો. 
  • જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.4 ટકા ઘટ્યો હતો, 
  • જ્યારે ચીનનો CSI 300 ઇન્ડેક્સ 0.11 ટકા ઘટ્યો હતો. 

ગુરુવારે યુએસ શેરબજાર પણ ઘટાડા સાથે બંધ થયા હતા. દિવસની શરૂઆતમાં વધારો દર્શાવ્યા પછી બજાર નબળું પડ્યું હતું. તેનું કારણ તાજેતરના કોર્પોરેટ પરિણામો અને આર્થિક ડેટા હતા. હવે રોકાણકારો એમેઝોન અને એપલના પરિણામોની રાહ જોઈ રહ્યા છે, જે બજાર બંધ થયા પછી આવવાના હતા. માઇક્રોસોફ્ટનો શેર 3.5% વધ્યો કારણ કે કંપનીએ મજબૂત પરિણામો રજૂ કર્યા. આ સમય દરમિયાન, કંપનીનું માર્કેટ કેપ $4 ટ્રિલિયનને પાર કરી ગયું. Nvidia પછી આ સીમાચિહ્નને સ્પર્શનાર તે બીજી જાહેર કંપની બની. વધુ અપડેટ માટે જુઓ..

https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices