અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઇને શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને જબરદસ્ત તેજી સાથે ખૂલ્યા છે. 1લી એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ સેન્સેક્સ 1892 પોઇન્ટના વધારા સાથે 73825 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 578 પોઇન્ટના વધારા સાથે 22904 અંકે ખૂલ્યો.
ટ્રમ્પે ઇરાનને લઇને આપ્યું નિવેદન
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનું લક્ષ્ય પૂર્ણ થયું. ઇરાન ક્યારે એટમી હથિયાર નહીં બનાવી શકે, અમેરિકા જલદી ઇરાન છોડી દેશે. ડિલ થાય કે ન થાય અમે ઇરાનમાંથી જતા રહીશું. 2-3 અઠવાડિયામાં અમેરિકા યુદ્ધ પૂર્ણ કરી દેશે.
વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ?
એશિયાઈ બજારોમાં તેજી જોવા મળી. કોસ્પી ઇન્ડેક્સમાં ૫ ટકાથી વધુનો વધારો નોંધાયો, જેમાં તેજી જોવા મળી. જાપાનનો નિક્કી ૨૨૫ અને ચીનનો સીએસઆઈ 300 અનુક્રમે 3.9 ટકા અને 1.3 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.
યુએસ ઇક્વિટી બજારોમાં, એસ એન્ડ પી 500 અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અનુક્રમે 2.5 ટકા અને 2.9 ટકા વધ્યા. નાસ્ડેક કમ્પોઝિટ 3.8 ટકાના વધારા સાથે બંધ થયો. માહિતી અનુસાર, યુએસ ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં ફેબ્રુઆરી 2025 પછીનો સૌથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.તાજેતરના ઘટાડા પછી નીચા સ્તરે ખરીદીથી પણ બજારને ટેકો મળ્યો. ઇન્ડેક્સ હેવીવેઇટ - HDFC બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને L&T - ના શેરમાં ઉછાળાએ ઇન્ડેક્સને આગળ વધવામાં મદદ કરી.
આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?