સોમવારે વૈશ્વિક બજારોમાં જોરદાર તેજી જોવા મળી, જે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાન વચ્ચે સંભવિત કરારની આશાથી પ્રેરિત હતી. આ ભાવનાને પ્રતિબિંબિત કરતા, ભારતીય શેરબજાર પણ ટ્રેડિંગ સત્રની મજબૂત શરૂઆત થઇ.. GIFT નિફ્ટી 23,976 ના સ્તરે ટ્રેડિંગ કરતો જોવા મળ્યો - લગભગ 232 પોઇન્ટ ઉપર હતો.

સોમવારે શેરબજારમાં તેજી 

સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજી સાથે ખૂલ્યા. સેન્સેક્સ 877.73 પોઇન્ટના વધારા સાથે 76,293.08 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 246.95 પોઇન્ટના વધારા સાથે  23,966.25

અંકે ખૂલ્યો. 

યુએસ-ઇરાન વાટાઘાટોથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન સાથે વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. તેમણે તેમના વાટાઘાટકારોને પ્રક્રિયામાં ઉતાવળ ન કરવાની પણ સલાહ આપી હતી, જે સંકેત આપે છે કે યુનાઇટેડ સ્ટેટ્સ પાસે પૂરતો સમય છે. આ નિવેદન બાદ, રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો, જેના કારણે વૈશ્વિક બજારોમાં ખરીદી પ્રવૃત્તિમાં વધારો થયો.

એશિયન બજારોમાં મજબૂત તેજી

સોમવારે સવારે એશિયન બજારોમાં શાનદાર તેજી જોવા મળી. જાપાનના બેન્ચમાર્ક ઇન્ડેક્સ, નિક્કી 225 એ પહેલીવાર 65,000 ના આંકને પાર કર્યો. ઇન્ડેક્સમાં આશરે 3.12 ટકાનો વધારો નોંધાયો.

વધુમાં, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.36 ટકા વધ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો S&P ASX 200 આશરે 0.86 ટકા વધ્યો હતો.

યુએસ બજારો પણ ઊંચા બંધ થયા

યુએસ બજારોએ પણ પાછલા ટ્રેડિંગ સત્રનો અંત સકારાત્મક નોંધ પર કર્યો હતો. ડાઉ જોન્સ 0.58 ટકા વધીને બંધ થયો હતો, જ્યારે S&P 500 લગભગ 0.37 ટકા મજબૂત બન્યો હતો. દરમિયાન, નાસ્ડેક કમ્પોઝિટમાં 0.19 ટકાનો વધારો નોંધાયો હતો.

ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાન વચ્ચે તણાવ ઓછો થવાની આશા વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારો અપેક્ષા રાખે છે કે સંભવિત કરાર હોર્મુઝ સ્ટ્રેટમાં સપ્લાય વિક્ષેપનું જોખમ ઘટાડી શકે છે.

મે ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ લગભગ 3.92 ટકા ઘટીને $99.48 પ્રતિ બેરલ પર પહોંચી ગયા. ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન, ભાવમાં 5 ટકા સુધીનો ઘટાડો પણ નોંધાયો હતો.