અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના કરારનો અંત લાવવાની જાહેરાત કરી છે. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, "ઈરાન સાથે હવે કોઈ વાટાઘાટો થશે નહીં. અમે બધું જ ખતમ કરી દીધું છે. કુવૈત અને બહેરીનમાં અમેરિકન બેઝ પર ઈરાનના હુમલા પછી ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. ત્યારે ટ્રમ્પના આ નિવેદન બાદ શેરબજારમાં મોટો કડાકો બોલાયો.
ઇરાન ખોટુ, દગો આપ્યો- ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે ઈરાને તેમની સાથે ખોટું બોલ્યું હતું. તેથી, તેહરાન સાથે વધુ વાટાઘાટો હવે શક્ય નથી. અમે તેહરાનને પરમાણુ નિઃશસ્ત્રીકરણ કરીશું. આ માટેની યોજના ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે.
શેરબજારમાં સૌથી મોટો કડાકો
ટ્રમ્પના આ નિવેદનથી શેરબજારમાં જબરદસ્ત ઘટાડો આવ્યો છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉંધા માટે પટકાયા છે. સેન્સેક્સ 1648 પોઇન્ટના એટલે કે 2 ટકાના ઘટાડા સાથે 76,533.14 અઁકે પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી 496 પોઇન્ટના ઘટાડા સાથે 2.03 ટકાના ઘટાડા સાથે 23,902.70 અંકે ટ્રેડ કરી રહ્યો છે. જો કે 2.43 કલાકે તો સેન્સેક્સ 1774 પોઇન્ટ ઘટી ગયો હતો.
બુધવારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સ 1,677.12 ોપોઇન્ટના ઘટાડા સાથે 76,503 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 516.65 પોઇન્ટના ઘટાડા સાથે23,882.05 અંકે બંધ થયો.
રોકાણકારોના 9 લાખ કરોડ ડૂબ્યા
બજારમાં આ ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 9 લાખ કરોડનું ધોવાણ થયું, જેના કારણે BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ રૂ. 471 લાખ કરોડ થયું.
શેરબજારમાં મોટો ઘટાડો કેમ ?
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથેનો કરાર ખતમ થઈ ગયો છે અને ઈરાની નેતાઓને બીમાર લોકો તરીકે વર્ણવ્યા હતા. આ નિવેદન ગલ્ફ ક્ષેત્રમાં હુમલાઓના નવા રાઉન્ડ પછી આવ્યું હતું, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ ફરી વધ્યો હતો.
એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે ઈરાને કેટલાક શિપમેન્ટને નિશાન બનાવ્યા છે. આ પછી બુધવારે, અમેરિકાએ પણ ઈરાન પર બોમ્બમારો શરૂ કર્યો અને ઈરાની ક્રૂડ ઓઈલના વેચાણ પર ફરીથી પ્રતિબંધો લાદ્યા. તણાવમાં વધારો થવાથી મધ્ય પૂર્વમાં સ્થિરતાનો ભય અને વૈશ્વિક તેલ પુરવઠામાં નવા વિક્ષેપો ઉભા થયા છે.