દિવાળીના તહેવારમાં શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી અને સેન્સેક્સ બંને તેજી સાથે ખૂલ્યા. બીએસઇના ટોપ 30 શેરમાંથી 5 શેરમાં જ ઘટાડો થયો છે. બાકીના તમામશેરમાં તેજી જોવા મળી રહી છે.

ક્યા શેરમાં જબરદસ્ત તેજી ?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધારે તેજી જોવા મળી છે. 2.83 ટકા વધીને 1457 કારોબાર કરી રહ્યો છે. આ ઉપરાંત કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ અને બજાજ ફિનવર્સના શેકમાં 2 ટકાની તેજી જોવા મળી છે. આ ઉપરાંત એચડીએફસીના શેરમાં 1.50 ટકાનો વધારો થયો છે. ઘટાડાની વાત કરીએ તો આઇસીઆઇસીઆઇ બેંકના શેરમાં 2ટકાનો ઘટાડો થયો છે. બાકીના શેર્સમાં મામૂલી ઘટાડો છે.

108 શેરોમાં ઉપરની સર્કિટ લાગી

BSE પર 3,397 સક્રિય શેરોમાંથી, 1,949 આજે ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 1,235 નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. 213 શેરોમાં કોઈ ફેરફાર થયો નથી, અને 81 52-સપ્તાહના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. 52 શેર 52-સપ્તાહના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. 108 શેરોમાં ઉપરની સર્કિટ લાગી રહી છે, અને 78 નીચલા સ્તરે પહોંચી ગયા છે. ક્ષેત્રીય રીતે, ધાતુઓને બાદ કરતાં, FMCG, ઓટો, IT, મીડિયા, PSU બેંકો, ખાનગી બેંકો, નાણાકીય, ફાર્મા અને આરોગ્ય સંભાળ જેવા ક્ષેત્રોમાં આજે લગભગ 1%નો ઉછાળો આવ્યો છે.

બેંકિંગ સહિત આ શેર્સ બન્યા હીરો

DCB બેંકના શેરમાં આજે 11%નો ઉછાળો આવ્યો છે. સાઉથ ઇન્ડિયા બેંકના શેરમાં 10%નો ઉછાળો આવ્યો છે. AU સ્મોલ ફાઇનાન્સ બેંકના શેરમાં 7%, રેડિકો ખૈતાનના શેરમાં લગભગ 4%નો ઉછાળો આવ્યો છે, અને પોલીકેબ ઇન્ડિયાના શેરમાં લગભગ 2.43%નો ઉછાળો આવ્યો છે. રિલાયન્સના શેરમાં પણ આજે આશરે ૩%નો વધારો થયો છે. આ ઉપરાંત, જિયો ફાઇનાન્શિયલ બેંકના શેરમાં લગભગ 2%, અદાણી પાવરના શેરમાં 1.50 % અને કેનેરા બેંકના શેરમાં પણ 1.55%નો વધારો થયો છે. એકંદરે બેંકિંગ શેરોએ આજે ​​રોકાણકારોને ખુશ કર્યા છે.