BSE ટોપ 30 શેરમાં 21 શેર તૂટીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે 9 શેરમાં તેજી જોવા મળી રહી છે. આઇટી શેરમાં ભારે વેચવાલી જોવા મળી જ્યારે ટેક મહિન્દ્રા, ટીસીએસ અને ઇન્ફોલિલ તથા વિપ્રો જેવા શેરમાં જબરદસ્ત ઘટાડો આવ્યો છે. જ્યારે વધારે ઘટાડા વાળા શેરમાં એનટીપીસી, એચડીએફસી અને મારૂતિનો પણ સમાવેશ થાય છે.

સોના ચાંદીમાં ભાવ ઘટ્યા 

શેરબજારમાં ઘટાડાની સાથે સોના અને ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી-કોમોડિટી માર્કેટમાં ચાંદી ₹12000 ઘટીને ₹2.29 લાખ પર પહોંચી ગઈ છે. સોનું લગભગ ₹2000 ઘટીને ₹1.49 લાખ પર સ્થિર થયું છે. સોના અને ચાંદીમાં ઘટાડાની સાથે ગોલ્ડ ઇટીએફમાં લગભગ 2% ઘટાડો થયો છે, જ્યારે ચાંદીમાં લગભગ 6% ઘટાડો થયો છે.

સોના અને ચાંદીમાં ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે તીવ્ર ઘટાડો છે. ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં ચાંદી 20% ઘટી ગઈ હતી અને તેની અસર શુક્રવારે એમસીએક્સ પર જોવા મળી રહી છે.

63 શેર નીચલી સર્કિટમાં પહોંચ્યા

BSE પર 3348 શેરોમાંથી 1170 શેર ઉપર ટ્રેડ કરી રહ્યા છે જ્યારે 2017 શેરો નીચે ટ્રેડ કરી રહ્યા છે. 161 શેર્સ યથાવત છે. 41 શેર ૫૨ અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે ૪૫ શેર ૫૨ અઠવાડિયાના નીચલા સ્તર પર છે. 82 શેરો ઉપરની સર્કિટમાં અને 63 શેરો નીચલી સર્કિટમાં છે.

શેરબજાર કેમ ઘટ્યું ?

ગુરુવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન વોલ સ્ટ્રીટ પર વેચવાલી વધુ તીવ્ર બની જેના કારણે વૈશ્વિક અને એશિયન બજારોમાં તીવ્ર ઘટાડો થયો. શુક્રવારે ભારતીય શેરબજારમાં પણ આવી જ અસર અનુભવાઈ. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ લગભગ ૬૦૦ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો. S&P 500 માં ફરી એકવાર 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો જેના કારણે IT શેરોમાં તીવ્ર ઘટાડો થયો.

રેપો રેટ યથાવત

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે રેપો રેટ યથાવત છે. તે 5.25% પર યથાવત છે. આનો અર્થ એ કે તમારી લોન EMI માં કોઈ ફેરફાર થશે નહીં.