શેરબજારમાં ગુરુવારે સામાન્ય તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા છે. સેન્સેક્સ −41.11 પોઇન્ટના ઘટાડા સાથે 83,368.58 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી −14.05 અંકના વધારા સાથે 25,439.35 અંક પર ખૂલ્યો.
વૈશ્વિક સ્તરે માર્કેટની સ્થિતિ ?
- ગુરુવારે એશિયા-પેસિફિક બજારો મિશ્ર રહ્યા કારણ કે રોકાણકારો અમેરિકા અને વિયેતનામ વચ્ચેના તાજેતરના વેપાર કરાર અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા હતા.
- યુએસ પ્રમુખ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે યુએસ વિયેતનામથી આયાત પર 20 ટકા ટેરિફ લાદશે, જ્યારે વિયેતનામ યુએસથી આવતા માલ પર શૂન્ય ડ્યુટી લાદશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ટ્રમ્પની 90 દિવસની ટેરિફ મુક્તિ સમાપ્ત થવા જઈ રહી છે.
- શરૂઆતના ઘટાડા પછી જાપાનનો નિક્કી થોડો ઊંચો હતો, જ્યારે ટોપિક્સ 0.12% ઘટ્યો હતો
- કોસ્પી ઇન્ડેક્સ 0.85% વધ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.42% ઘટ્યો હતો.
- બુધવારે યુએસ બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. S&P 500 એ એક નવો ઇન્ટ્રાડે રેકોર્ડ બનાવ્યો અને રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયો.
- Nasdaq Composite 0.94% વધીને 20,393.13 ની નવી રેકોર્ડ ઉચ્ચ સપાટીએ બંધ થયો.
- ડાઉ જોન્સ થોડો ઘટ્યો અને 10.52 પોઈન્ટ અથવા 0.02% ઘટીને 44,484.42 પર બંધ થયો.
- યુએસ સ્ટોક ફ્યુચર્સ આજે ફ્લેટ છે. S&P 500 અને Nasdaq 100 સાથે જોડાયેલા ફ્યુચર્સે હળવો વધારો જોયો.
- ડાઉ ફ્યુચર્સ 21 પોઈન્ટ અથવા 0.1% થી ઓછો વધ્યો.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket