મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે આજે, 2 ઓક્ટોબરે શેરબજાર બંધ રહેશે. NSE અને BSE પર કોઈ ટ્રેડિંગ થશે નહીં. ત્યારબાદ શનિવાર અને રવિવાર આવતા હોવાથી, બજાર સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે. દરમિયાન 2 ઓક્ટોબરે કોમોડિટી એક્સચેન્જ MCX પર સવાર અને સાંજ બંને સત્રોમાં ટ્રેડિંગ સ્થગિત રહેશે. પરિણામે, ત્યાં સોના અને ચાંદીનું ટ્રેડિંગ પણ અટકી જશે.

આગામી રજા ક્યારે છે?

NSEના 20226ના સત્તાવાર રજાઓના કેલેન્ડર મુજબ, મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે શુક્રવાર, 2 ઓક્ટોબરે શેરબજાર બંધ રહેશે. શેરબજારની આગામી રજા મંગળવાર, 20 ઓક્ટોબરે દશેરા નિમિત્તે રહેશે.

NSEના કેલેન્ડર મુજબ, દિવાળી લક્ષ્મી પૂજનને કારણે રવિવાર, 8 નવેમ્બર 2026ના રોજ સામાન્ય ટ્રેડિંગની રજા રહેશે. આ દિવસે 'મુહૂર્ત ટ્રેડિંગ' થશે, જોકે એક્સચેન્જે હજુ સુધી અલગ પરિપત્ર દ્વારા તેનો સમય જાહેર કર્યો નથી.

ઓક્ટોબર પછી નવેમ્બરમાં બે મુખ્ય રજાઓ

ઓક્ટોબર પછી, શેરબજાર 10 નવેમ્બરે દિવાળી-બલિ પ્રતિપદા અને 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ નિમિત્તે બંધ રહેશે. વર્ષની છેલ્લી મુખ્ય ટ્રેડિંગ રજા 25 ડિસેમ્બરે ક્રિસમસ નિમિત્તે રહેશે.

શેરબજારની રજાઓની યાદી: ઓક્ટોબર–ડિસેમ્બર

તારીખ વાર રજાનું કારણ
2 ઓક્ટોબર શુક્રવાર ગાંધી જયંતિ
20 ઓક્ટોબર મંગળવાર દશેરા
10 નવેમ્બર મંગળવાર દિવાળી-બલિ પ્રતિપદા
24 નવેમ્બર મંગળવાર ગુરુ નાનક જયંતિ
25ડિસેમ્બર શુક્રવાર ક્રિસમસ


MCX પર આગામી રજાઓ

20 ઓક્ટોબર (દશેરા), 10 નવેમ્બર (દિવાળી-બલિ પ્રતિપદા) અને 24નવેમ્બર (ગુરુ નાનક જયંતિ) ના રોજ MCXનું સવારનું સત્ર બંધ રહેશે, જ્યારે સાંજનાં સત્ર દરમિયાન ટ્રેડિંગ થશે. 25 ડિસેમ્બરે બંને સત્રો બંધ રહેશે. 8 નવેમ્બર ૨૦૨૬ના રોજ MCX પર મુહૂર્ત ટ્રેડિંગ પણ યોજાશે; તેનો સમય બાદમાં જાહેર કરવામાં આવશે.