ભારતીય શેરબજારમાં સોમવારે ડરનો માહોલ જોવા મળ્યો છે. કારણ છે ઇઝરાયલ ઇરાન યુદ્ધ. આ કારણોસર આજે માર્કેટ પણ બપોરે 3.30 કલાકે લાલ નિશાનમાં જ બંધ થયું. સેન્સેક્સ −543.47 પોઇન્ટના ઘટાડા સાથે 81,864.70 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી −153.00 પોઇન્ટના ઘટાડા સાથે 24,959.40 અંક પર બંધ થયો. 

લાલ નિશાનમાં શેરબજાર 

વૈશ્વિક બજારોમાં નબળા વલણો વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના પહેલા દિવસે જ ઘટાડા સાથે બંધ થયો.ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થતા એશિયાઇ બજારોમાં સુસ્તી જોવા મળી રહી છે. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી. આ ઉપરાંત ગત સપ્તાહે એક્સેન્જરના પરિણામો બાદ ઇન્ફોસિસની આગેવાનીમાં આઇટી સ્ટોક્સમાં પણ ઘટાડાએ બજારને નીચે ખેંચ્યુ.

આઇટી સ્ટોક્સ કેમ ડાઉન ?

ભારતીય આઇટી કંપનીઓ, ઇન્ફોસિસ લિમિટેડ, ટીસીએસ લિમિટેડ, વિપ્રો લિમિટેડ જેવી કંપનીઓના શેર સોમવારે શરૂઆતી કારોબારમાં 3 ટકા સુધી ઘટી ગયા. ગત સપ્તાહે શુક્રવારે જાહેર એક્સચેન્જરના પરિણામો આ કારણે આજે આઇટી સ્ટોક્સમાં ઘટાડો જોવા મળે છે.

શું છે વૈશ્વિક બજારમાં સંકેત ?

અમેરિકા અને ઇરાનના 3 પરમાણુ સ્થળો પર હુમલાના દાવા બાદ સોમવારે એશિયાઇ બજારોમાં ઘટાડો જોવા મળ્યો. જેનાથી મિડલ ઇસ્ટમાં વ્યાપક સંઘર્ષની આશંકા વધી ગઇ અને તેલની કિંમતોમાં વધારો થયો. બ્રેન્ટ ક્રૂડ 2.62 ટકા વધીને 79.06 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ 2.75 ટકા વધીને 75.89 ડોલર પ્રતિ બૈરલ પહોંચી ગયો છે. ક્ષેત્રમાં વધતા ભૂ રાજકીય તણાવની વચ્ચે હાલના દિવસોમાં તેલની કિંમતો વધી રહી છે.

જાપાનના નિક્કેઇ ઇન્ડેક્સમાં 0.74 ટકાનો ઘટાડો થયો અને બ્રોડર ટૉપિક્સ ઇન્ડેક્સમાં 0.64 ટકાનો ઘટાડો થયો. કોસ્પીમાં 1.22 ટકાનો ઘટાડો થયો અને એએસએક્સ 200માં 0.76 ટકાનો ઘટાડો થયો.

એશિયાઇ બજારોમાં શરૂઆતી કારોબારી કલાકો દરમિયાન અમેરિકી શેર ફ્યૂચર્સમાં ઘટાડો થયો. ડૉવ જોન્સ વાયદામાં 0.3 ટકાનો ઘટોડો થયો. જ્યારે એસએન્ડપી 500 અને નૈસ્ડેક 100 ફ્યૂચર્સમાં ક્રમશ 0.3 ટકા અને 0.4 ટકાનો ઘટાડો થયો.


વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket