ભારતીય શેરબજારમાં સોમવારે તેજી જોવા મળી હતી. પરંતુ મંગળવારે તેજી પર બ્રેક વાગી ગઇ. ઇઝરાયલ-ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે લાલ નિશાનમાં જોવા મળ્યા. ત્યારે બપોરે 3.30 કલાકે શેરબજારની જો વાત કરીએ તો, સેન્સેક્સ −267.52 પોઇન્ટના ઘટાડા સાથે 81,528.63 અંક પર બંધ થયુ. જ્યારે નિફ્ટી 108.40 પોઇન્ટના ઘટાડા સાથે 24,838.10 અંકે બંધ થયું.
કયા શેર્સ વધ્યા ઘટ્યા ?
આજે લાર્જકેપ કેટેગરીની વાત કરીએ તો, ટાટા મોટર્સ, ઇન્ડસ્ઇન્ડ બેંક તથા સન ફાર્માના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે મેડકેપ કેટેગરીની વાત કરીએ તો, VMM શેર, ગ્લેક્સો શેર, લ્યુપિન શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે સ્મોલકેપ કંપનીની વાત કરીએ તો. એસસીઆઇ શેર, સુવેન શેર્સ અને ઇન્દોરામા શેર અને બાલુફોર્જ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. 230 કંપનીઓના શેર્સ લીલા નિશાનમાં જ્યારે 130 કંપનીઓના શેર્સ લાલનિશાનમાં ખૂલ્યા હતા.
વૈશ્વિક બજારમાં શું છે સંકેતો ?
વૈશ્વિક બજારોની વાત કરીએતો, રોકાણકારોની નજર ઇઝરાયલ-ઇરાન સંઘર્ષના ઘટનાક્રમ પર રહી. રોકાણકારો બેંક ઓફ જાપાનના નિતીગત નિર્ણયની પણ રાહ જોઇ રહ્યા છે. જેમાં આશા છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વ્યાજદરોમાં 0.5 ટકા સ્થિર રાખશે. આજે જ બે દિવસીય બેઠક સમાપ્ત થવાની છે.
જાપાનના નિક્કેઇમાં 0.68 ટકાનો વધારો થયો છે જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સમાં પોઝિટીવ વલણ સાથે સ્થિર રહ્યો. કોસ્પી 1.41 ટકાના વધારા સાથે અને એએસએક્સ 200માં કોઇ બદલાવ થયો નથી. આ બધા વચ્ચે એશિયાઇ બજારોમાં કારોબાર દરમિયાન અમેરિકી શેર ફ્યૂચર્સમાં ઘટાડો થયો છે.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket