શેરબજારમાં શુક્રવારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે., સવારે 9.30 કલાકે માર્કેટની શરૂઆત લાલ નિશાને થઇ હતી જો કે મિનિટોમાં જ માર્કેટ લીલા નિશાન જોવા મળ્યુ હતું. ત્યારે બપોરે 9.30 કલાકે પણ શેરબજાર લીલા નિશાને બંધ થયો. સેન્સેક્સ 287 પોઇન્ટના વધારા સાથે  84,043.06 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 82.5 પોઇન્ટના વધારા સાથે 25,631.05 અંકે બંધ થયું. 

લીલા નિશાને બંધ માર્કેટ 

વૈશ્વિક બજારોમાં પોઝિટીવ વલણ વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશન એટલે કે શુક્રવારે વધારા સાથે બંધ થયો. આ સાથે બજારમાં ચોથા ટ્રેડિંગ સેશનમાં વધારો જોવા મળ્યો. અમેરિકામાં ટેરિફની સમયસીમામાં સંભવિત ઢીલ મળવાની આશાને પગલે ગ્લોબલ માર્કેટ સહિત સ્થાનિક બજારોમાં પોઝિટીવ માહોલ જોવા મળ્યો. ઇન્ડેક્સમાં ભારે ભરખમ વજન રાખનારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંકમાં સતત ખરીદીને કારણે માર્કેટને સારુ પુશ મળ્યો છે.


વૈશ્વિક બજારમાં શું છે સ્થિતિ ?


એશિયાઇ બજારમાં પણ મજબૂતી જોવા મળી હતી. અમેરિકામાંથી મળી રહેલા સકારાત્મક સંકેતને પગલે આ શક્ય બન્યું. વ્હાઇટ હાઉસએ ટેરિફની સમય સીમાને લઇને નરમ વલણ બતાવ્યુ છે જેનાથી રોકાણકારોને રાહત મળી છે.


એશિયાઇ માર્કેટની વાત કરીએ તો, જાપાનનો નિક્કેઇ 1.22 ટકા વધ્યો. જ્યારે ટૉપિક્સ ઇન્ડેક્સમાં 1.1 ટકાની તેજી જોવા મળી. ટોકિયોમાં કોર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જૂનમાં વાર્ષિક આધારે 3.1 ટકા વધ્યો ડે મેમાં 3.6 ટકા અને અનુમાનિત 3.3 ટકાથી ઓછો રહ્યો. દક્ષિણ કોરિયાની કોસ્પી અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 પણ 0.4 ટકાના વધારામાં રહ્યા.

અમેરિકાના માર્કેટની વાત કરીએ તો, ગુરુવારે શેરબજારમાં તેજી જોવા મળી. S&P 500 ઇન્ડેક્સ 0.8 ટકા વધીને 6141 પર બંધ થયો જે ફેબ્રુઆરીમાં ઓલટાઇમ 6,147.43ની નજીક છે. Nasdaq Composite 0.97 ટકા વધીને 20,167.91 બંધ થયો જ્યારે ડાઉ જોન્સમાં 404.41 અંકોનો વધારો રહ્યો જે 43,386.84 પર બંધ થયો. 


 વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket