ઈરાન-ઈઝરાયલ કરાર પર સંમતિ સધાયાના થોડા કલાકો પછી જ તેના ઉલ્લંઘનના અહેવાલો વચ્ચે મંગળવારે (24 જૂન) ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે બંધ થયા. ભારતીય શેરબજાર લીલા નિશાનમાં જ બંધ થયુ છે. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 158.32 પોઇન્ટના વધારા સાથે 82,055 અંકે બંધ થયુ જ્યારે નિફ્ટી 103 પોઇન્ટના વધારા સાથે  25,075.55 અંક પર બંધ થયો છે. મહત્વનું છે કે અમેરિકાએ ઇઝરાયલ ઇરાન વચ્ચે સીઝ ફાયરની જાહેરાત થતા આજે સવારે માર્કેટમાં તેજી જોવા મળી હતી. 

એશિયાઇ બજારોમાં શું છે સંકેત ?

ઇઝરાયલ અને ઇરાનમાં સીઝફાયરની જાહેરાત બાદ એશિયાના શેર બજારમાં 2.5 ટકાનો વધારા સાથે જોવા મળી. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 2.5 ટકાનો વધારો થયો. જ્યારે તાઇવાનમાં 2 ટકાની તેજી આવી. જાપાનના નિક્કેઇમાં 1 ટકાથી વધારે તેજી આવી છે. હૈંગ સેંગ અને સ્ટ્રેટસ ટાઇમ્સમાં લગભગ 0.70 ટકાની તેજી આવી,સીઝફાયરના સમાચારો પહેલા અમેરિકાના શેરબજારમાં મજબૂતી જોવા મળી રહી છે. ડૉવ જોન્સ, નૈસ્ડેક અને એસએન્ડપી 500માં લગભગ 1 ટકાનો વધારો થયો છે.

કાચા તેલની કિંમત ઘટી

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર સમજૂતી બાદ કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે. કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો તે રાહતની વાત છે. કારણ કે ભારત તેલની જરૂરિયાત પુરી કરવા માટે આયાત પર નિર્ભર છે. કાચા તેલની વધુ કિંમત ઊંચા ભાવ ફુગાવાને વેગ આપી શકે છે અને રાજકોષીય ખાધ વધારી શકે છે.

ટોપ ગેનર્સ-ટોપ લુઝર્સ શેર

આ ટોચના લાભાર્થીઓ અને ટોચના નુકસાનકર્તાઓ છે. બજારની તેજીમાં લગભગ તમામ ક્ષેત્રો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓની વાત કરીએ તો, સૌથી વધુ તેજી અદાણી પોર્ટ, એલ એન્ડ ટી અને મહિન્દ્રાના શેરમાં જોવા મળી રહી છે. બીજી તરફ, સરકારી કંપનીઓ એનટીપીસી અને બીઈએલ સવારે 10 વાગ્યે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહી છે.

વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket