ગુરુવારે શેરબજાર લાલ નિશાને ખૂલ્યુ અને લાલ નિશાને જ બંધ થયું હતું, શેરબજાર અંગે 3.30ની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ −82.79 પોઇન્ટના ઘટાડા સાથે 81,239.46 અંકે બંધ થયું જ્યારે નિફ્ટી પોઇન્ટના−68.60 ઘટાડા સાથે 24,743.45 અંક પર બંધ થયો.
વૈશ્વિક બજારોમાં શું છે સંકેત ?
એશિયા-પેસિફિક બજારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તરફ રોકાણકારો અમેરિકાની નાણાકીય નીતિ પર નજર રાખી રહ્યા છે, તો બીજી તરફ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ અંગે ચિંતા છે.જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.63% ઘટ્યો, ટોપિક્સ ઇન્ડેક્સ 0.44% ઘટ્યો, કોરિયાનો કોસ્પી પ્રારંભિક વધારા પછી 0.18% ઘટ્યો અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 થોડી નબળાઈ સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
બીજી તરફ યુએસમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સતત બીજા દિવસે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથે બેઠક યોજી, જેમાં ઈરાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી. દરમિયાન, યુએસ ફેડરલ રિઝર્વે ચોથી વખત વ્યાજ દર 4.25% થી 4.50% પર જાળવી રાખ્યા. ફેડ અધિકારીઓ માને છે કે આર્થિક અનિશ્ચિતતા થોડી ઓછી થઈ હોવા છતાં 2025 માં બે વાર દર ઘટાડાની શક્યતા હજુ પણ છે. 2026 અને 2027 માટે પણ ફક્ત નાના ફેરફારો સૂચવવામાં આવ્યા છે.
બુધવારે યુએસ શેરબજાર મિશ્ર બંધ થયું. ડાઉ જોન્સ 0.10% ઘટ્યો, S&P 500 0.03% ના નજીવા ઘટાડા સાથે બંધ થયો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 0.13% ના વધારા સાથે બંધ થયો. હવે બજારની નજર બેંક ઓફ ઈંગ્લેન્ડના વ્યાજ દરના નિર્ણય પર છે, જે આજે આવવાની અપેક્ષા છે.
આ શેર્સમાં વધારો ઘટાડો
ગુરુવારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 8 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા. જ્યારે અન્ય તમામ 22 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા. તેવી જ રીતે નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી ફક્ત 17 કંપનીઓ વધારા સાથે લીલા રંગમાં બંધ થઈ અને બાકીની 33 કંપનીઓ નુકસાન સાથે લાલ રંગમાં બંધ થઈ. સેન્સેક્સ કંપનીઓમાં આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ 1.57 ટકાના વધારા સાથે બંધ થયા જ્યારે અદાણી પોર્ટ્સના શેર આજે સૌથી વધુ 2.50 ટકાના ઘટાડા સાથે બંધ થયા.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket