ગુરુવારે શેરબજાર લાલ નિશાનમાં જ બંધ થયુ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ −542.47  પોઇન્ટના ઘટાડા 82,184.17 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી −168.80  પોઇન્ટના ઘટાડા સાથે 25,051.10 અંક પર બંધ થયો. 

વૈશ્વિક સંકેતો શું કહે છે?

વૈશ્વિક બજારમાંથી સારા સંકેતો મળી રહ્યા છે. એશિયા-પેસિફિક બજારોમાં આજે તેજી જોવા મળી છે. અમેરિકા અને જાપાન વચ્ચે વેપાર સોદા પર થયેલી સમજૂતી અને યુરોપિયન યુનિયન સાથેની વાટાઘાટોમાં થયેલા સકારાત્મક સંકેતોએ રોકાણકારોના સેન્ટિમેન્ટને મજબૂત બનાવ્યું છે. જાપાનનો ટોપિક્સ ઇન્ડેક્સ 1.2% ના વધારા સાથે રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નિક્કી 1.09% વધ્યો હતો. કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.6% વધ્યો છે અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યો છે.

યુએસ બજારોમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. S&P 500 સતત ત્રીજા દિવસે રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયો હતો અને 6,358.91 ના સ્તરે પહોંચ્યો હતો. ડાઉ જોન્સ 507.85 પોઈન્ટ ઉછળીને 45,010.29 પર બંધ થયો હતો. નાસ્ડેક પણ પહેલી વાર 21,000 ના સ્તરને પાર કરીને 21,020.02 પર બંધ થયો હતો.

આજે, રોકાણકારો વૈશ્વિક સ્તરે ECBના વ્યાજ દરના નિર્ણય, યુએસ બેરોજગારીના ડેટા અને જુલાઈના ઉત્પાદન અને સેવા PMI (યુકે, જાપાન અને યુરોઝોન) પર પણ નજર રાખશે.


વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket