યુએસ ટેરિફની એક ઓગષ્ટની ડેડલાઇન પહેલા શેરમાર્કેટ સતર્ક જોવા મળ્યુ. બેંક નિફ્ટી અને મિડકેપમાં પણ સુસ્તી જોવા મળી રહી છે. મજબૂત પરિણામોથી એલએન્ટીનો શેર ભાગ્યો. શેર લગભગ 4 ટકા વધીને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો. બુધવારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ લીલા નિશાનમાં બંધ થયો છે. જ્યારે નિફ્ટી પણ લીલા નિશાનમાં બંધ થયો. સેન્સેક્સ 140 પોઇન્ટના વધારા સાથે 81,478 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 25.85 પોઇન્ટના વધારા સાથે 24,846 અંક પર બંધ થયો.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
- યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવાની સમયમર્યાદામાં વધુ વિલંબ થશે નહીં, ત્યારબાદ એશિયન બજારો મિશ્ર ખુલ્યા.
- ભારે ટેરિફ પર કામચલાઉ પ્રતિબંધ લંબાવવા અંગે કોઈ કરાર થયા વિના અમેરિકા અને ચીને વેપાર વાટાઘાટો સમાપ્ત કરી.
- જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.14 ટકા ઘટ્યો હતો જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1 ટકા ઘટ્યો હતો.
- જોકે, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.3 ટકા વધ્યો હતો.
- મંગળવારે વોલ સ્ટ્રીટના બેન્ચમાર્ક સૂચકાંકો નીચા સ્તરે બંધ થયા હતા.
- રોકાણકારો ઊંચા કોર્પોરેટ મૂલ્યાંકન અંગે ચિંતિત હતા. S&P 500 ઇન્ડેક્સ 0.3 ટકા ઘટ્યો હતો જ્યારે નાસ્ડેક 0.38 ટકા ઘટ્યો હતો.
ભારત પર ટેરિફને લઇને શું બોલ્યા ટ્રમ્પ ?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે ભારતથી અમેરિકામાં થતી નિકાસ પર 25% સુધીનો ટેરિફ લાદી શકાય છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વેપાર વિવાદોને ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket