શુક્રવારે ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ બપોરે 3.30 કલાકે શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1046 પોઇન્ટના ઉછાળા સાથે 82,408.17 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 286 પોઇન્ટના વધારા સાથે 25,079 અંકે બંધ થયો.બેન્ક નિફ્ટીમાં પણ રોનક જોવા મળી છે. મિડકેપ અને સ્મોલકેપમાં પણ ખરીદી જોવા મળી રહી છે. સતત ત્રણ દિવસથી ઘટાડા થયા બાદ આજે સરકારી બેંકમાં ખરીદી જોવા મળી છે. પીએસયુ બેંક ઇન્ડેક્સ લગભગ 1 ટકા વધ્યો. રિયલ્ટી શેર્સમાં પણ રોનક જોવા મળી. ઓટો શેર્સમાં પણ બીજા દિવસે રફતાર જોવા મળી. 

NSEના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા. જેમાં નિફ્ટી, રિયલ્ટી ઇન્ડેક્સ 2.11 ટકાની તેજી સાથે સૌથી વધારે રહ્યો. એનએસઇ પર 3 બેંકિંગ ઇન્ડેક્સ બેંક નિફ્ટી, નિફ્ટી પીએસયૂ અને નિફ્ટી પ્રાઇવેટ બેંક પણ 1 ટકાથી વધારે તેજી સાથે બંધ થયા. આ ઉપરાંત નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ, મેટલ, ઓટો અને હેલ્થકેર ઇન્ડેક્સમાં પણ 1 ટકાનો વધારો નોંધાયો. 

વૈશ્વિક બજારમાં શું છે સંકેત ?

એશિયાઇ બજારોમાં આજે મિક્સ વલણ જોવા મળી રહ્યું છે. ચીનના સેન્ટ્રલ બેંક પીપુલ્સ બેંક ઓફ ચાઇનાએ આશા મુજબ પોતાની એક વર્ષીય લોન પ્રાઇમ રેટ 3 ટકા અને પાંચ વર્ષીય રેટ 3.5 ટકા પર સ્થિર રાખ્યો છે.

જાપાનમાં મે મહિની મોંઘવારી વધીને 3.7 ટકા થઇ ગઇ છે. જે એપ્રિલમાં 3.5 ટકા અને રોયટર્સના 3.6 ટકાના અનુમાનથી વધારે છે. વાર્ષિક મોંઘવારી નજીવા ઘટાડા સાથે 3.5 ટકા પર આવી ગઇ છે. જે નવેમ્બર પછી સૌથી નીચા સ્તરે છે. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 0.27 ટકા વધ્યો જ્યારે ટોપિક્સ ફ્લેટ રહ્યો.

દક્ષિણ કોરિયાનો કોસ્પી શરૂઆતમાં વધારા બાદ નજીવા ઘટાડા સાથે 0.014ટકા નીચે આવી ગયો જ્યારે ઓસ્ટ્રેલિયાનો ASX 200 પણ 0.37 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યો છે.

મહત્વનું છે કે અમેરિકાનુ માર્કેટ ગુરુવારે બંધ હતું, પરંતુ મિડલ ઇસ્ટની સ્થિતિને લઇને અમેરિકી સ્ટોક ફ્યૂચર્સ એશિયાઇ સમયમાં થોડા ઘટાડા સાથે જોવા મળ્યા.

બ્રિટનની સેન્ટ્રલ બેંક ઓફ ઇંગ્લેન્ડએ જૂનની બેઠકમાં 6-3 વોટથી પોતાનો વ્યાજ દર 4.25 ટકા પર સ્થિર રાખ્યો. તેનું કારણ સતત મોંઘવારી વધવી અને વૈશ્વિક અનિશ્ચિતતા જણાવવામાં આવી છે.


વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket