4 જુલાઇએ ભારતીય શેરબજારમાં ફરીથી તેજી પરત ફરી છે. સવારે શેરબજાર સામાન્ય વધારા સાથે ખૂલ્યું હતું પરંતુ બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયું છે. સેન્સેક્સ +228.30 પોઇન્ટના વધારા સાથે  83,467.77 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 61.80 પોઇન્ટના વધારા સાથે 25,467.10 અંકે બંધ થયો. નિફ્ટી બેંક નીચલા સ્તરેથી સુધરીને બંધ થયો. મિડકેપ ઇન્ડેક્સ નીચલા સ્તરે સુધરીને બંધ થયો. તેલ, ગેસ, આઇટી, રિયલ્ટી ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયા. ફાર્મા, પીએસઇ, એફએમસીજી ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયો. મેટલ, ઓટો શેરમાં દબાણ રહ્યું.  

ફ્લેટ શરૂઆત

સેબીએ અમેરિકન ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટને ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને તેને 4,844 કરોડ રૂપિયાની ગેરકાયદેસર કમાણી પરત કરવા જણાવ્યું છે. સેબીનો આરોપ છે કે આ પેઢી ગેરકાયદેસર હેરફેર દ્વારા નફો કમાઈ રહી છે. જ્યાં સુધી તે પૈસા પરત ન કરે ત્યાં સુધી તેના પર પ્રતિબંધ રહેશે. અહીં, જેન સ્ટ્રીટ પર સેબીની આ કાર્યવાહી વચ્ચે શુક્રવાર 4 જુલાઈ 2025 ના રોજ શેરબજાર સંપૂર્ણપણે ફ્લેટ ખુલ્યું.

વૈશ્વિક બજારોમાં શું છે સંકેત ?


  • એશિયાઇ બજારોમાં શુક્રવારે મિશ્ર વલણ જોવા મળ્યું. વોલ સ્ટ્રીટ પર આવેલી મજબૂતી બાદ એશિયામાં કેટલાક માર્કેટમાં તેજી રહી.
  • જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 0.17 ટકા અપ રહ્યો. જ્યારે ટોપિક્સમાં 0.23 ટકાની તેજી જોવા મળી.
  • દક્ષિણ કોરિયામાં કોસ્પી 0.47 ટકા તૂટ્યો જ્યારે ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 0.19 ટકા વધ્યો.
  • અમેરિકી બજારોમાં ગુરુવારે તેજી જોવા મળી.
  • Dow Jones ઇન્ડેક્સ 344.11 અંકના વધારા સાથે 44,828.53 પર બંધ થયો.
  • S&P 500માં 0.83ટકાનો વધારો થઇને 6,279.35 પર બંધ થયો.
  • Nasdaq 1.02%ની તેજીસાથે 20,601.10 અંકે પહોંચ્યો હતો.
  • અમેરિકી બજાર આજે સ્વતંત્રતા દિવસના અવસરને લઇને બંધ છે.


વધુ અપડેટ માટે જુઓ..


https://sandesh.com/stockmarket