પોઝિટીવ ગ્લોબલ સંકેત વચ્ચે શેરબજારની શરૂઆત તેજી સાથે થઇ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ +347.82 પોઇન્ટના વધારા સાથે 83,103.33 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી +117.70 પોઇન્ટના વધારા સાથે 25,362.45 અંક પર ખૂલ્યો.
વૈશ્વિક સંકેતો શું કહે છે?
વૈશ્વિક સ્તરે ગુરુવારે એશિયા-પેસિફિક બજારોની મિશ્ર શરૂઆત થઈ. રોકાણકારો ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામની પ્રગતિ પર નજર રાખી રહ્યા છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.98% વધ્યો છે જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.48% વધ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.51% ઘટ્યો અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.11% ઘટ્યો.
યુએસ બજારો વિશે વાત કરતા ફેડના ચેરમેન જેરોમ પોવેલે સેનેટ સમક્ષ જુબાની દરમિયાન પુનરોચ્ચાર કર્યો કે જો ફુગાવો કામચલાઉ સાબિત થાય તો વ્યાજ દરમાં ઘટાડો શક્ય છે, જોકે તેમણે કોઈ સમયરેખા સૂચવી ન હતી. ટ્રમ્પ વહીવટીતંત્ર સતત ફેડ પર દર ઘટાડા માટે દબાણ કરી રહ્યું છે. બુધવારે રાત્રે યુએસ બજારો હળવા અસ્થિર હતા. S&P 500 0.31% ના વધારા સાથે 19,973.55 પર નજીવા ઘટાડા સાથે બંધ થયો હતો જ્યારે ડાઉ જોન્સ 0.25% ઘટીને 42,982.43 પર બંધ થયો હતો.
હવે રોકાણકારો અમેરિકાના પ્રથમ ક્વાર્ટરના GDP ભાવ સૂચકાંકના અંતિમ ડેટા અને સાપ્તાહિક રોજગારીના દાવાઓના ડેટા પર નજર રાખી રહ્યા છે, જે બજારની આગામી ચાલને અસર કરી શકે છે.
બુધવારે શું હતી માર્કેટની સ્થિતિ ?
પોઝિટીવ ગ્લોબલ સંકેત વચ્ચે શેરબજારની શરૂઆત તેજી સાથે થઇ હતી. . સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 422 પોઇન્ટના વધારા સાથે 82471 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 123 પોઇન્ટના વધારા સાથે 25168 અંક પર ખૂલ્યો હતો. જ્યારે બપોરે3.30 કલાકે સેન્સેક્સ 700 પોઇન્ટના વધારા સાથે 82,755 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી +192.0 પોઇન્ટના વધારા સાથે 25,236.35 અંક પર બંધ થયો હતો.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket