એશિયાઇ બજારોમાં ઘટાડાને કારણે ભારતીય શેર બજાર મંગળવારે ઘટાડો થવાની આશા હતી પરંતુ સવારે 9.30 કલાકે શેર બજાર લીલા નિશાનમાં ખૂલ્યું છે. સેન્સેક્સ 101.39 પોઇન્ટના વધારા સાથે 83,543 અંક પર ખૂલ્યો. જ્યારે નિફ્ટી 33 પોઇન્ટના વધારા સાથે 25494 અંક પર ખૂલ્યો હતો. ગિફ્ટ નિફ્ટી ફ્યૂચર્સ સવારે 8 કાલકે 19 અંકના ઘટાડા સાથે ચાલી રહ્યો હતો. આ વચ્ચે અમેરિકી વેપાર નીતિઓ પર અનિશ્ચિતતાને કારણે બજારમાં આજે દબાણ જોવા મળી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેપારી ભાગીદારો પર ભારે આયાત જકાતની જાહેરાત કરી છે. તેમણે એવો પણ સંકેત આપ્યો છે કે ભારત સાથે કરાર નજીક છે.
ટ્રમ્પે 14 દેશો પર ટેરિફ લાદ્યા
જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, કઝાકિસ્તાન અને ટ્યુનિશિયાથી અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ પર 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. આ ઉપરાંત ઇન્ડોનેશિયા પર 32 ટકા, બાંગ્લાદેશ પર 35 ટકા ટેરિફ અને કંબોડિયા અને થાઇલેન્ડ પર 36 ટકા ટેરિફ લાદવામાં આવશે. બીજી તરફ લાઓસ અને મ્યાનમાર પર અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ પર 40 ટકા ટેરિફ લાદવામાં આવશે. એશિયન ક્ષેત્રની બહાર ટ્રમ્પે દક્ષિણ આફ્રિકન અને બોસ્નિયન માલ પર 30 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?
- ટ્રમ્પ દ્વારા નવા ટેરિફની જાહેરાત બાદ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.94 ટકા ઘટ્યો.
- S&P 500 0.79 ટકા ઘટ્યો.
- Nasdaq Composite 0.92 ટકા ઘટ્યો.
- એશિયન કલાકોમાં યુએસ સ્ટોક ફ્યુચર્સ પણ નીચા ટ્રેડિંગમાં હતા.
- ડાઉ ફ્યુચર્સ 0.15 ટકા અને S&P 500 0.05 ટકા ઘટ્યો.
- મિશ્ર શરૂઆત પછી એશિયન બજારો ઊંચા ટ્રેડિંગમાં હતા.
- જાપાનનો નિક્કી 225 બેન્ચમાર્ક 0.21 ટકા વધ્યો.
- દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.13 ટકા વધ્યો.
- રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાના વ્યાજ દરના નિર્ણય પહેલા ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 બેન્ચમાર્ક 0.21 ટકા વધ્યો.
- હોંગકોંગનો હેંગ સેંગ 0.17 ટકા વધ્યો.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket