સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યો હતો. સવારે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ −58.55  પોઇન્ટના ઘટાડા સાથે 83,374.34 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી −18.95 પોઇન્ટના ઘટાડા સાથે 25,442.05 અંક પર ખૂલ્યો હતો.   મહત્વનું છે કે રોકાણકારો આજે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અંગેના અપડેટ પર નજર રાખી રહ્યા છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે રવિવારે જણાવ્યું હતું કે 1 ઓગસ્ટથી એવા દેશો પર ટેરિફ લાગુ થશે જેમણે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે કરારને અંતિમ સ્વરૂપ આપ્યું નથી.

ત્રિ માસિક પરિણામો પર નજર 
રોકાણકારો એપ્રિલ-જૂન ક્વાર્ટર (Q1FY26) ના પરિણામો માટે તૈયારી કરશે. ત્રિમાસિક સીઝન આ અઠવાડિયાથી શરૂ થવાની તૈયારીમાં છે. માહિતી ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) 10 જુલાઈના રોજ એપ્રિલ-જૂનના પરિણામો સાથે પરિણામોની સીઝન શરૂ કરશે. DMart 11 જુલાઈના રોજ, HCL ટેક 14 જુલાઈના રોજ અને ટેક મહિન્દ્રા 16 જુલાઈ, 2025ના રોજ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.

વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?

  • યુએસ ટેરિફ લાદવાની સમયરેખામાં ફેરફારને કારણે એશિયન બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
  • જાપાનનો બેન્ચમાર્ક નિક્કી 225 0.26 ટકા ઘટ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.48 ટકા ઘટ્યો છે.
  • ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ખુલતા સમયે સ્થિર રહ્યો હતો.
  • યુએસ સ્ટોક ફ્યુચર્સ પણ નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
  • ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ફ્યુચર્સ 146 પોઈન્ટ (0.32 ટકા), S&P 500 ફ્યુચર્સ 0.39 ટકા અને નાસ્ડેક 100 ફ્યુચર્સ 0.42 ટકા ઘટ્યા હતા.


વધુ અપડેટ માટે જુઓ..