હૈદરાબાદ બેઝ્ડ આઝાદ એન્જીનિયરિંગ લિમિટેડના શેરોની ડિમાન્ડ આજે રોકાણકારો વચ્ચે વધારે રહી છે. શેર 4.81 પર્સન્ટ ઉછળીને 1717 રૂપિયાના હાઇ લેવલ પર પહોંચી ગયો છે. સવારના લગભગ 9:45 વાગ્યે આજાદ એન્જિનિયરિંગનો શેર 3.11% ચઢીને 1689 રૂપિયામાં ટ્રેડ થતો જોવા મળ્યો. તેની સામે BSE સેન્સેક્સ 84712.84ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. આજે આજાદ એન્જિનિયરિંગના શેરમાં તેજીનું મુખ્ય કારણ એક મોટી બિઝનેસ ડીલ છે.

શું ડીલ થઈ છે?

વાસ્તવમાં, કંપનીએ પ્રેટ એન્ડ વિટની (P&W) કેનેડા સાથે એક માસ્ટર ટર્મ એગ્રીમેન્ટ અને પર્ચેઝ એગ્રીમેન્ટ સાઇન કર્યું છે. એક્સચેન્જ ફાઇલિંગમાં આજાદ એન્જિનિયરિંગ દ્વારા જણાવાયુ કે “આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડે એરક્રાફ્ટ એન્જિન કોમ્પોનેન્ટ્સના ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ માટે પ્રેટ એન્ડ વિટની કેનેડા કોર્પ સાથે એક ડીલ કરી છે.

ઓર્ડરની શરતો હેઠળ આઝાદ એન્જિનિયરિંગ એરક્રાફ્ટ એન્જિન કોમ્પોનેન્ટ્સના વિકાસ અને ઉત્પાદન માટે જવાબદાર હશે. આ ડીલનો હેતુ રાષ્ટ્રીય વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને એરોસ્પેસ સેક્ટરમાં કંપનીની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને મજબૂત બનાવવા છે. જોકે, ડીલ કેટલા મૂલ્યની છે તે કંપનીએ જાહેર કર્યું નથી.

અત્યાર સુધી કેવું રહ્યો વેપાર?

કારોબારી વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં કંપનીનું રેવન્યુ ગયા વર્ષની તુલનામાં 32.1% વધીને 277.18 કરોડ રૂપિયા થયો, જ્યારે EBITDA 37.1% ઉછળી 99.9 કરોડ થયો, જે 36% ના મજબૂત માર્જિનને પણ દર્શાવે છે. કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) 64.9% વધીને 62.99 કરોડ રૂપિયા નોંધાયો.

અનેક દિગ્ગજો લગાવી ચૂક્યા છે દાવ

આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડમાં ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર મોટો દાવ લગાવી ચૂક્યા છે. વર્ષ 2023માં સચિને કંપનીમાં 5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમના સિવાય, સાઈના નેહવાલ, પી.વી. સિંધુ અને વી.વી.એસ. લાખ્ષ્મણ જેવા ખેલાડીઓ પણ કંપનીમાં 1-1 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યા છે.

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. કોઇ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલાં હંમેશાં નિષ્ણાતની સલાહ લો. સંદેશ ન્યુઝ કોઈને પણ રોકાણ કરવાની સલાહ આપતું નથી.)