શેરબજારમાં સપ્તાહના અંતે તેજી જોવા મળી. બપોરે બજાર બંધ થવાના સમયે બજાર ઉછાળા સાથે બંધ થયું. સેન્સેકસ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં આજે જબરો વધારો દેખાયો. સેન્સેક્સ +475.16 (0.56%) પોઈન્ટ વધીને 85,740.48ના સ્તર પર બંધ થયો. જયારે નિફ્ટી +149.85 (0.58%)વધીને 26,183.60ના સ્તર પર બંધ થયો.
બજારના આરંભે મામૂલી ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. પરંતુ ગણતરીની મિનિટોમાં બજારે વેગ પકડયો અને તેજીની રોનક પાછી ફરી. આજે RBIના રેપોરેટને લઈને જાહેરાત થતા જ સેન્સેક્સ અને નિફ્ટીએ ગતિ પકડી અને બુલેટ ટ્રેન જેવો વધારો થયો.
RBIની રેપોરેટની જાહેરાત બાદ બજારમાં બમ્પર તેજી
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ આજે રેપો રેટ અંગેના નિર્ણયની જાહેરાત કરી. RBI એ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને 5.25% કર્યો. આ વર્ષે 125 બેસિસ પોઇન્ટના ઘટાડા બાદ, રેપો રેટ હવે 5.25% પર છે. રેપો રેટમાં ઘટાડાનો અર્થ એ છે કે લોન લેનારાઓના EMI ઘટશે. RBI એ આ વર્ષે ફેબ્રુઆરી સુધીની ત્રણ બેઠકોમાં કુલ 100 બેસિસ પોઈન્ટનો દર ઘટાડ્યો છે. RBIની રેપોરેટને લઈને જાહેરાત બાદ બજારમાં બમ્પર તેજી જોવા મળી.
ઇન્ડિગો ક્રાઈસીસની બજાર પર અસર, શેરમાં ઘટાડો
ઈન્ડિગો એરલાઈન અત્યાર સંકટમાં છે. એરલાઈનની 2 દિવસમાં લગભગ 500 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જેના કારણે સ્પાઈસજેટના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. ઇન્ટ્રાડે ટ્રેડમાં શેર 9% વધીને ₹33 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. બીજી તરફ ઇન્ડિગોની પેરેન્ટ કંપની, ઇન્ટરગ્લોબ એવિએશનના શેર દબાણ હેઠળ આવ્યા, જે 3% ઘટીને ₹5,270 ના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચી ગયા.
આ પણ વાંચો : Indigo Crisis News: નવા નિયમોની સૌથી વધુ અસર ઇન્ડિગો પર જ કેમ, જાણો કેમ સર્જાઇ સમસ્યા?