ભારતીય શેરબજારમાં અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. 29 મેના રોજ બંને મુખ્ય સૂચકાંકો, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી, લાલ નિશાનમાં બંધ થયા. આજે સેન્સેક્સ ૧,૦૯૨ પોઈન્ટ ઘટીને ૭૪,૭૭૫.૭૪ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી પણ ૩૫૯.૪૦ પોઈન્ટ ઘટીને ૨૩,૫૪૭.૭૫ પર બંધ થયો હતો.

શેરબજારમાં ઘટાડાથી રોકાણકારોમાં ચિંતા

આજે સવારે શેરબજારની સુસ્ત શરૂઆત થયા બાદ તેજી જોવા મળી હતી. જયારે બજાર બંધ થવાના સમયે 3.30 વાગ્યે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં આ મોટો ઘટાડો થતા રોકાણકારોને ચિંતા પેઠી. શુક્રવારે સેન્સેક્સની 30 માંથી ચાર કંપનીઓના શેર વધ્યા હતા. ટેક મહિન્દ્રા, HCL ટેક, LT અને એશિયન પેઇન્ટ્સમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ પાવર ગ્રીડમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડિગો, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટાટા સ્ટીલના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

બપોર બાદ શેરબજારનું વલણ બદલાયું થયો ઘટાડો

આજે બપોરે ૩:૨૭ વાગ્યે સ્થાનિક શેરબજારની સ્થિતિ નોંધપાત્ર રીતે બગડી ગઈ છે. સેન્સેક્સ ૧૨૩૪.૩૬ પોઈન્ટ એટલે કે ૧.૬૩ ટકા ઘટીને ૭૪૬૩૩.૪૪ પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ દરમિયાન, નિફ્ટી ૧.૭૩ ટકા એટલે કે ૪૧૦.૧૦ પોઈન્ટ ઘટીને ૨૩૪૯૬ પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. બપોરે 1:08 ના સમયે શેરબજારે ખરાબ વળાંક લીધો છે. સેન્સેક્સ 234 પોઈન્ટ ઘટીને 75633 પર પહોંચી ગયો છે. નિફ્ટી પણ 112 પોઈન્ટ ઘટીને 23794 પર પહોંચી ગયો છે.