બજાર બંધ થવાના સમયે 3.30 વાગ્યે સેન્સેક્સ અને નિફ્ટી સાથે બંધ થયા. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ +51.81 (0.062%) પોઈન્ટ વધી 83,990.52ના અંક પર બંધ થયો. જયારે આ જ સમયે નિફ્ટી +43.55 (0.17%) પોઈન્ટ ઉછળી 25,765.65ના અંક પર બંધ થયો.

લીલા નિશાન સાથે બજાર બંધ

ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે બજાર ખુલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા હતા. પરંતુ બે કલાકના ટ્રેડિંગ પછી શેરબજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો. બજાર ઘટાડા સાથે કારોબાર શરૂ કર્યાના બે કલાકમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી. બજારમાં બંને ઇન્ડેક્સ અચાનક રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં ગયા. જયારે બજાર બંધ થવાના સમયે સેન્સેકસ અને નિફ્ટી લીલા નિશાન સાથે બંધ થયા.

બજારમાં ઘટાડા બાદ તેજીની રિકવરી

શેરબજારમાં આજે નબળી શરૂઆત બાદ મિડ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં વધારો થતા બજારને ટેકો મળ્યો. સેન્સેક્સ 250 પોઈન્ટના ઘટાડા પછી રિકવર થયો અને 84,000 ને પાર કરી ગયો, ત્યારે નિફ્ટી પણ આવી જ ચાલ બતાવી રહ્યો હોય તેવું લાગતું હતું. સવારે 9.32 કલાકે સેન્સેક્સ −222.04 (0.26%) પોઈન્ટના ઘટાડા સાથે 83,716.67ના સ્તરે ખૂલ્યો. જ્યારે નિફ્ટી−52.60 (0.20%) પોઈન્ટના ઘટાડા સાથે 25,669.50ના સ્તરે ખૂલ્યો. 

અદાણી કંપનીના શેર બજાર પર હાવી

બજાર પર આજે અદાણી કંપનીના શેર હાવી રહ્યા. અદાણી ગ્રુપની કંપની અંબુજા સિમેન્ટ્સે સોમવારે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કરતા બજારમાં તેજી પાછી જોવા મળી. કંપનીએ નફામાં ચાર ગણો વધારો નોંધાવ્યો. સોમવારે અંબુજા સિમેન્ટનો શેર ત્રણ ટકા વધ્યો. આજે BSE પર અંબુજા સિમેન્ટના શેર ₹567.35 પર ખુલ્યા. દિવસ દરમિયાન, કંપનીના શેર 3 ટકા વધીને ₹582.70 ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચ્યા. શેરબજારમાં અચાનક તેજી પરત આવવામાં મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે લાર્જકેપમાં પણ થોડી રિકવરી જોવા મળી હતી.