ઇરાન-ઇઝરાય યુદ્ધના કારણે શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો. આજે હોળી તહેવારના દિવસે સવારે બજાર ઘટાડા સાથે ખૂલ્યું હતું. ત્યારબાદ સ્થિતિ વધુ ખરાબ થતી રહી. શેરબજારમાં હાહાકાર થયો, લાંબા સમય બાદ બજારમાં મોટો કડાકો. 1122 પોઇન્ટના ઘટાડા સાથે બજાર બંધ થયું.

શેરબજાર ધડામ...બજારમાં મોટો કડાકો

હોળી તહેવાર અને યુદ્ધના કારણે બજારમાં મોટું સંકટ જોવા મળ્યું. આજે બજાર બંધ થવાના સમયે −1,122.66 સેન્સેક્સ (1.40%) પોઈન્ટના ઘટાડા સાથે 79,116.19ના સ્તર પર બંધ થયો. જયારે આ જ સમયે નિફ્ટી −385.20 પોઇન્ટના ઘટાડા સાથે (1.55%) 24,480.50ના સ્તરે બજાર બંધ થયું. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર 4 માર્ચે ભારતીય બેંકિંગ શેરોમાં પણ પડી. ટ્રેડિંગ દરમિયાન બેંક નિફ્ટી ઇન્ડેક્સ 2 ટકાથી વધુ ઘટ્યો. 

PSU બેંકના શેર સૌથી વધુ ઘટ્યા

જાહેર ક્ષેત્રના બેંક શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. બેંક ઓફ બરોડાના શેરમાં લગભગ 5 ટકાનો ઘટાડો થયો. કેનેરા બેંકમાં આશરે 4.43 ટકાનો ઘટાડો થયો, જ્યારે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં આશરે 4.2 ટકાનો ઘટાડો થયો. આ દરમિયાન, નિફ્ટીમાં મુખ્ય બેંક શેરોમાં પણ દબાણ રહ્યું. HDFC બેંકમાં આશરે 1.1 ટકા અને ICICI બેંકમાં આશરે 1.7 ટકાનો ઘટાડો થયો.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

મધ્ય પૂર્વમાં સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા અંગે ચિંતા વધી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારોએ બેંકિંગ શેરોમાં વેચાણ વધારવાનું શરૂ કર્યું છે. સવારે ૧૧:૧૫ વાગ્યાની આસપાસ, બેંક નિફ્ટી લગભગ ૨ ટકા ઘટીને ૫૮,૬૩૫.૭૫ પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી પણ લગભગ ૧.૭ ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.4 ટકા વધીને $82.57 પ્રતિ બેરલ થયા. મંગળવારે, તેઓ જાન્યુઆરી 2025 પછીના તેમના ઉચ્ચતમ સ્તરે બંધ થયા. છેલ્લા ચાર દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવ લગભગ 17 ટકા વધ્યા છે.


આ પણ વાંચો : Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલ પર યુદ્ધની અસર !, જાણો તમારાં શહેરના ભાવ બદલાયા?