શેરબજારમાં દિવાળીની રોનક જોવા મળી. છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં તેજીના ફટાકડા ફૂટી રહ્યા છે. સપ્તાહના અંતિમ દિવસે આજે શેરબજાર તેજી સાથે બંધ થયું. બપોરે 3.30 કલાકની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ +476.55 (0.57%) પોઇન્ટના વધારા સાથે 83,944.21 ના સ્તરે અને નિફ્ટી +119.35 (0.47%) પોઈન્ટના વધારા સાથે 25,698.40 સ્તરે બંધ થયો.
શેર બજારમાં દિવાળીની રોનક
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે આજે શુક્રવારના રોજ શેરબજાર લીલા નિશાને ખૂલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાને ખૂલ્યા. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 97.368 પોઇન્ટના વધારા સાથે 83,565.03 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 14.85 પોઇન્ટના વધારા સાથે 25,600.15 અંકે ખૂલ્યો. રોકાણકારો ભારતી એરટેલ, HDFC બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ICICI બેંક જેવા મોટા શેરોમાં શોર્ટ પોઝિશન (ઘટાડા પર દાવ લગાવીને) બંધ કરી રહ્યા છે, જેના કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે.
દિવાળી માહોલ વચ્ચે રોકાણકારોમાં સાવચેતી
વૈશ્વિક બજારોમાં ઘટાડા અને બેંકિંગ ક્ષેત્રમાં તણાવ અને દિવાળી માહોલના કારણે રોકાણકારો સાવચેતીપૂર્વક રોકાણ કરી રહ્યા છે. શુક્રવારે બજારના આરંભે એશિયન બજારોમાં ઘટાડો થયો. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 1% ઘટ્યો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઇન્ડેક્સ 0.60 ટકા ઘટ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો Kospi 0.47 ટકા ઘટ્યો. ગઈકાલે ગુરુવારે 16 ઓક્ટોબરે બજારના આરંભે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી, સેન્સેક્સ પોઇન્ટના વધારા સાથે અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી પોઇન્ટના વધારા સાથે અંકે ખૂલ્યો. જયારે બજાર બંધ થવાના સમયે પણ મજબૂત તેજી જોવા મળી હતી. ડોલર સામે રૂપિયાની મજબૂતાઈ મળતા બજારમાં ખરીદીને ટેકો મળ્યો હતો.