ભારતીય શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે મોટો કડાકો થયો હતો. જેના બાદ બીજા દિવસે બજારના આરંભે સારી શરૂઆત જોવા મળી. બજારમાં આજે થોડી રિકવરી જોવા મળી. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા. બજારમાં આજે રિકવરીનો માહોલને પગલે રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો.

સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા બાદ આજે સ્થાનિક શેરબજારમાં મજબૂત રિકવરી જોવા મળી. બજાર બંધ થવાના સમયે 3.30 વાગ્યે BSE સેન્સેક્સ લગભગ +639.82 (0.82%) ટકા વધીને 78,205.98ના અંકે બંધ થયો. જયારે નિફ્ટી 50 પણ મજબૂત રીતે ટ્રેડ થતા +233.55 (0.97%) પોઈન્ટ વધી 24,261.60 ના અંકે બંધ થયો. જણાવી દઈએ કે સોમવારે બજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો. એટલું જ નહીં, ગયા અઠવાડિયે પણ સ્થાનિક શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 

બજારમાં રિકવરી મોડ, લીલા નિશાન સાથે બજાર બંધ

મંગળવારે લાંબા સમય બાદ બજાર રિકવરી મોડમાં જોવા મળ્યું. બજાર ખુલવાના સમયે લીલા નિશાન સાથે ખૂલ્યું હતું. આખો દિવસ સેન્સેક્સ અને નિફ્ટી સકારાત્મક સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સેન્સેક્સની 30 માંથી 24 કંપનીઓના શેરમાં ઉછાળો થયો હતો અને બાકીની બધી 6 કંપનીઓના શેરમાં ઘટાડા જોવા મળ્યો. તેવી જ રીતે, નિફ્ટી 50 ની 50 માંથી 41 કંપનીઓના શેર પણ લીલા રંગમાં વધારા સાથે બંધ થયા હતા અને બાકીની બધી 9 કંપનીઓના શેર લાલ રંગમાં ઘટાડા સાથે બંધ થયા હતા.

ટ્રમ્પના નિવદેન બાદ આજે બજારમાં તેજી

સેન્સેક્સ કંપનીઓમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર આજે સૌથી વધુ 3.67 ટકાના વધારા સાથે બંધ થયો હતો, જ્યારે ઇન્ફોસિસનો શેર આજે સૌથી વધુ 1.40 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. મંગળવારે શેરબજારમાં કડાકો અટકી ગયો હોય તેવું લાગતું હતું, અને સેન્સેક્સ અને નિફ્ટીએ ભારે તેજી સાથે વેપાર શરૂ કર્યો હતો. આ ઉછાળો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે માનવામાં આવે છે. હકીકતમાં, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાની સેના સંપૂર્ણપણે નાશ પામી છે અને યુદ્ધ તેના અંતના આરે છે.


આ પણ વાંચો : Iran Israel War: આયત નિકાસના વેપાર પર યુદ્ધની મોટી અસર, બે હજાર કાર ચેન્નાઇ બંદર પર પરત લાવવા કવાયત