શેરબજાર પર દિવાળી તહેવારની અસર જોવા મળી. બપોરે 3.30 બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ +111.55 (0.13%) પોઈન્ટ ઉછાળા સાથે 84,537.90ના અંકે બંધ થયો. અને નિફ્ટી જયારે નિફ્ટી +16.85 (0.065%) પોઈન્ટના ઉછાળા પર 25,885.45ના અંકે બંધ થયો. દિવાળી બાદ શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ હતી. સવારે બજાર લીલા નિશાન સાથે ખૂલ્યું. ભારત અને અમેરિકા ટૂંક સમયમાં વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની ચર્ચા વચ્ચે આજે બજારમાં જોરદાર તેજી જોવા મળી. જ્યારે એશિયન બજારો નબળા હતા અને યુએસ બજારમાં પણ ઘટાડો થયો હતો, ત્યારે સ્થાનિક બજારમાં ખરીદી જોવા મળી હતી.
બજારમાં તેજી પાછળનું અનુમાન
બજારમાં તેજીને લઈને વિશ્લેષકો માને છે કે અમેરિકા સાથે વેપાર કરાર અને કોર્પોરેટ કમાણીમાં સુધારો ઇન્ફોસિસ, HCL ટેક્નોલોજીસ, ટાટા સ્ટીલ, એક્સિસ બેંક, TCS, ટેક મહિન્દ્રા અને હિન્દુસ્તાન યુનિલિવર જેવી આઈટી કંપનીના શેરમાં ઉછાળો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ સતત પાંચમા દિવસે શેરની ખરીદી જેવા પરીબળોના કારણે બજારને ઉંચા સ્તરે જવાનો અવકાશ મળી રહ્યો છે. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરો અને બેંકિંગ અને ઉર્જા ક્ષેત્રોમાં અપેક્ષિત સુધારાને કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે. આગામી કેટલાક વર્ષોમાં બેંકિંગ અને ઉર્જા ક્ષેત્રોમાં નફામાં 15% નો વધારો થવાની ધારણા છે.
દિવાળી પછી બજારમાં તેજીનો માહોલ
શેરબજારમાં છવાયો તેજીનો માહોલ. આજે સવારે બજાર ખુલતા જ સેન્સેકસ અને નિફ્ટીમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગુરુવારના દિવસે બજાર ખુલતા જ BSE સેન્સેક્સ 769.14 પોઈન્ટ અથવા 0.91% વધીને 85,195.48 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી50 ઇન્ડેક્સ પણ 217.05 પોઈન્ટ અથવા 0.84% વધીને 26,085.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. દિવાળી બાદ અત્યારે શેર બજારમાં તેજીનો ટ્રેન્ડ છે. જોકે, વિશ્લેષકો વધતી જતી અસ્થિરતાને ધ્યાનમાં રાખીને રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ પણ આપી છે.