આજે શેરબજારમાં સેન્સેકસ +516.40 (0.61%)પોઈન્ટના ઉછાળા સાથે 85,445.76 ના સ્તર પર ખૂલ્યો. જયારે આ જ સમયે નિફ્ટી +169.15 (0.65%)ના ઉછાળો જોવા મળ્યો. નિફ્ટી બજારના આરંભે 26,135.55ના સ્તર પર ખૂલ્યો.

લીલા નિશાન સાથે ખૂલ્યું શેર બજાર

શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે રોકાણકારોને બમ..બમ..ભોલે. પહેલા જ દિવસે બજારની તેજી સાથે શરૂઆત થઈ. બજારના આરંભે આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે ખૂલ્યા.  સેન્સેક્સ +516.40 પોઈન્ટ વધીને 85405 પર પહોંચ્યો છે. દરમિયાન, નિફ્ટી 165 પોઈન્ટ વધીને 26132 પર ટ્રેડ કરી રહ્યો છે. પાવર ગ્રીડ અને અલ્ટ્રાટેક સિવાય, સેન્સેક્સના બધા શેર લીલા નિશાનમાં છે. ઇન્ફોસિસ 2.40 ટકા, ટાટા સ્ટીલ 1.42 ટકા, ટેક મહિન્દ્રા 1.13 ટકા અને ટ્રેન્ટ અને ટાટા મોટર્સ પણ એક ટકાથી ઉપર ટ્રેડ કરી રહ્યા છે.

ગત સપ્તાહમાં શેરબજારમાં અસ્થિરતાની સ્થિતિ, ટોચની 10 કંપનીમાં તેજી

ગત સપ્તાહમાં શેરબજારમાં વધુ ચઢાવ-ઉતાર જોવા મળ્યો હતો. શેરબજારમાં અસ્થિરતા વધુ હતી. સેન્સેક્સમાં કયારે ઉછાળો તો કયારેક ઘટાડો જોવા મળ્યો હતો. અઠવાડિયાના પાંચ ટ્રેડિંગ દિવસોમાં બજારમાં અસ્થિરતા હતી પરંતુ સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી છ કંપનીઓએ જંગી નફો કર્યો અને જેમણે તેમના શેરમાં રોકાણ કર્યું તેઓએ જંગી નફો કર્યો. સૌથી વધુ નફો કરનારી કંપનીઓમાં ટાટા ગ્રુપની TCS હતી, ત્યારબાદ ઇન્ફોસિસ હતી, જ્યારે SBI અને રિલાયન્સે પણ રોકાણકારોને ખુશ કર્યા હતા. 

શનિવારના દિવસે બજાર તેજી સાથે બંધ, ઇન્ફોસિસમાં મોટો ઉછાળો

શનિવારના દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું.. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયુ છે. બપોરે 3.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 447.55 પોઇન્ટના વધારા સાથે 84,929.36 અંકે બંધ થયો હતો. નિફ્ટી 150.85 પોઇન્ટના વધારા સાથે 25,966 અંકે બંધ થયો. શનિવારનો દિવસ ભારતીય આઇટી દિગ્ગજ ઇન્ફોસિસ માટે ખાસ રહ્યો. આ દિવસે આઇટી દિગ્ગજ ઇન્ફોસિસમાં અમેરિકન ડિપોઝિટરી રિસીટમાં અચાનક 38 ટકાથી વધારે ઉછાળો જોવા મળ્યો અને શેરની કિંમત 27 ડોલરની પાર પહોંચી ગઇ. આ તેજી એટલી અસામાન્ય અને ઝડપી હતી કે એક્સચેન્જની સ્થિતિ સંભાળવા માટે કેટલોક સમય ટ્રેડિંગ રોકવી પડી હતી.