ગુરુવારના રોજ બજાર લીલા રંગમાં ખૂલ્યો. બજારના આરંભે બંને સૂચકાંકોમાં તેજી જોવા મળી. સવારે 9.30 બજાર ખૂલવાના સમયે સેન્સેક્સ +48.34 (0.057%) પોઈન્ટ વધી 85,155.16 ના સ્તર પર ખૂલ્યો. જયારે આ જ સમયે નિફ્ટી +1.50 (0.0058%) પોઈન્ટ વધી 25,987.50ના સ્તરે ખૂલ્યો.
બજારમાં ઘટાડા બાદ તેજીનો માહોલ
નબળી શરૂઆત પછી, સ્થાનિક શેરબજાર હવે આજે, ગુરુવાર, 4 ડિસેમ્બરના રોજ તેજીના ટ્રેક પર છે. BSEનો 30 શેરનો સંવેદનશીલ સૂચકાંક, સેન્સેક્સ, 85,000 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. હાલમાં, 104 પોઈન્ટના વધારા સાથે, સેન્સેક્સ 85,210 ના સ્તરે છે. દરમિયાન, NSEનો 50 શેરનો બેન્ચમાર્ક સૂચકાંક, નિફ્ટી, 36 પોઈન્ટ વધીને 26,022 પર ટ્રેડ કરી રહ્યો છે.
RBIના નિર્ણય પર સૌની નજર રહેશે
આજે બજારમાં સુધારો જોવા મળ્યો. બજાર તેજી સાથે ખુલ્યું. છેલ્લા કેટલાક સમયથી બજારમાં તણાવ જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોના સતત બહાર નીકળવાના કારણે અને રૂપિયાના રેકોર્ડબ્રેક ઘટાડાથી રોકાણકારોમાં ચિંતામાં મૂકાયા છે. રૂપિયો 90ના સ્તરને પાર કરી ગયો છે, જે બજાર માટે એક મોટો ઝટકો છે. નિષ્ણાતોના મતે ઘટાડા બાદ આગામી દિવસોમાં બજારમાં વધારો જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન, બધાની નજર રૂપિયાની ગતિવિધિ, RBIના નાણાકીય નીતિ સંકેતો અને યુએસ-ભારત વેપાર કરારની પ્રગતિ પર રહેશે.
બુધવારે બજારમાં મંદીનું મોજું
ગઈકાલે બુધવાર 3 ડિસેમ્બરના રોજ બજાર વધારા સાથે ખૂલ્યું હતું. એશિયન બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર લીલા રંગમાં ખુલ્યા હતા. જોકે બંને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો, નિફ્ટી 50 અને સેન્સેક્સ, ખુલ્યા પછી તરત જ લાલ રંગમાં ખુલ્યા. BSE સેન્સેક્સ ૮૫,૧૫૦ પર થોડો વધારા સાથે ખુલ્યો હતો. જયારે નિફ્ટી 50 26,004 પર લગભગ ફ્લેટ ખુલ્યો.
આ પણ વાંચો : Business:અદાણી જૂથની કંપનીઓમાં LICનું રોકાણ 2007માંરૂ.2,041 કરોડથી વધીને 2025માં 48,284 કરોડ