શેરબજારમાં ગુરવારના દિવસે બજારની ઘટાડા સાથે શરૂઆત થઈ. સેન્સેક્સ 80,149.55ના સ્તરે અને નિફ્ટી 24,522.15 ના ઘટાડા સાથે બજારની શરૂઆત થઈ. અમેરિકાના ટેરિફની બજાર પર અસર જોવા મળી રહી છે. સેન્સેક્સ 582 પોઇન્ટના ઘટાડા સાથે અને નિફટીમાં 175 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો.


બજાર નિષ્ણાતોને વધારાની અપેક્ષા

બજારના જાણકારો મુજબ અમેરિકા દ્વારા ટેરિફ બમણા થવા છતાં સ્થાનિક બજારો અસ્થિર રહેવાની શક્યતા છે. વૈશ્વિક અનિશ્ચિતતા ભારતમાં સ્થાનિક ખાનગી મૂડીખર્ચ ચક્રમાં વધુ વિલંબ થવાની શક્યતા છે. જણાવી દઈએ કે અમેરિકાએ ભારતમાંથી થતી આયાત પર કુલ 50 ટકા ટેરિફ લાગુ કર્યો છે તેની અસર શેરબજાર માર્કેટ પર દેખાઈ રહી છે. ICRAના મતે, ઇલેક્ટ્રોનિક્સ, સેમી-કન્ડક્ટર અને ઇલેક્ટ્રિક વાહનો જેવા કેટલાક ક્ષેત્રોમાં રોકાણમાં વધારાની શકયતા છે. આ વધારાના કારણે બજારને ઘટાડા સાથે શરૂઆત બાદ મજબૂતાઈ મળે તેવી અપેક્ષા છે.

ટ્રમ્પના ટેરિફની બજાર પર અસર

બજારમાં ઘટાડા વચ્ચે, IT-ટેક કંપનીઓ તેમજ બેંકિંગ શેરોમાં પણ ઘટાડો થયો. ટ્રમ્પનો વધારાનો 25% ટેરિફ 27 ઓગસ્ટે ભારત પર લાગુ કરવામાં આવ્યો હતો. બુધવારે ગણેશ ચતુર્થીના તહેવારના દિવસે ભારતીય શેરબજાર બંધ થયું હતું. અને ગુરુવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે ટેરિફની સીધી અસર સેન્સેક્સ-નિફ્ટી પર જોવા મળી.

  • Follow us on: