સપ્તાહના બીજા દિવસે શેરબજારની ઉછાળા સાથે શરૂઆત થઈ. શેરબજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં સકારાત્મક વલણ જોવા મળ્યું. 10 માર્ચે ભારતીય સૂચકાંકો 24,200ની ઉપર ખુલ્યા, જે સકારાત્મક વૈશ્વિક સંકેતો દ્વારા પ્રેરિત થયું.બજારના આરંભે 9.30 વાગ્યે સેન્સેક્સ પોઈન્ટના +427.44 (0.55%) વધારા સાથે 77,993.59 ના અંકે ખૂલ્યો. જયારે આ જ સમયે નિફ્ટી +102.00 (0.42% પોઈન્ટ સાથે 24,130.05 ખૂલ્યો.
બજારની સારી શરૂઆત
ભારતીય શેરબજાર માટે સપ્તાહની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. જયારે બીજા દિવસે ટ્રેડિંગ દરમિયાન સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો. શરૂઆતના સત્રમાં બેન્ચમાર્ક સૂચકાંકો મજબૂત રીતે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ 689.45 પોઈન્ટ અથવા 0.89 ટકા વધીને 78,255.61 પર અને નિફ્ટી 249.90 પોઈન્ટ અથવા 1.04 ટકા વધીને 24,277.95 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં ઇન્ટરગ્લોબ એવિએશન, એશિયન પેઇન્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ જેવા શેરોમાં મોટા ઉછાળા જોવા મળ્યા, જ્યારે ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સિપ્લા, કોલ ઇન્ડિયા, ટેક મહિન્દ્રા જેવા શેરોમાં ઘટાડો જોવા મળ્યો. અમેરિકા-ઈરાન તણાવને કારણે વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ ઘટાડા બાદ આજે લાંબા સમય બાદ મંગળવારના દિવસે બજારમાં વધારો જોવા મળ્યો.
બજારમાં ટ્રેડ થઈ રહ્યા છે આ શેર
ખાનગી ઇક્વિટી ફર્મ ટ્રુ નોર્થની પેટાકંપની, વિરિડિટી ટોન એલએલપીએ એન્થેમ બાયોસાયન્સમાં 2.03 કરોડ ઇક્વિટી શેર (પેઇડ-અપ ઇક્વિટીના 3.6% સમકક્ષ) પ્રતિ શેર રૂ. 621.11 ના ભાવે વેચ્યા, જેનાથી કુલ રૂ. 1,261.7 કરોડ એકત્ર થયા. જોકે, SBI મ્યુચ્યુઅલ ફંડે એન્થમમાં ₹200.36 કરોડમાં 32.26 લાખ શેર (0.57% હિસ્સો) ખરીદ્યા, જ્યારે HDFC મ્યુચ્યુઅલ ફંડે ₹377.3 કરોડમાં 60.75 લાખ શેર (1.08%) ખરીદ્યા. બંનેએ શેર ₹621.1 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા.
સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં કડાકો
સોમવાર સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 2,222.99 પોઇન્ટના ઘટાડા સાથે 76,695.91 અંકે ખૂલ્યો હતો જ્યારે નિફ્ટી 733 પોઇન્ટના ઘટાડા સાથે 23,717 અંકે ખૂલ્યો હતો. સોમવારે બજારમાં સુસ્તી જોવા મળી. ટ્રેડિંગ દરમિયાન, BSE સેન્સેક્સ લગભગ1,424.55 (1.81%) ટકા ઘટીને 77,144.70 પર ટ્રેડ થયો. નિફ્ટી 50 પણ મજબૂત દબાણ હેઠળ રહ્યો અને નિફ્ટી 422.40 (1.73%) ટકા ઘટીને 23,914.25 પર પહોંચ્યો. સોમવારે બપોરે બજાર લાલ નિશાન સાથે બંધ થયું. અમેરિકા-ઈરાન તણાવને કારણે વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ ઘટાડાની અસર દેખાઈ. મધ્યપૂર્વ યુદ્ધના પગલે છેલ્લા કેટલાક સમયથી ભારતમાં શેરબજારમાં મોટી ઉથલપાથલ થઈ છે.