ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે બજાર ખુલ્યું. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા. સવારે 9.32 કલાકે સેન્સેક્સ −222.04 (0.26%) પોઈન્ટના ઘટાડા સાથે 83,716.67ના સ્તરે ખૂલ્યો. જ્યારે નિફ્ટી−52.60 (0.20%) પોઈન્ટના ઘટાડા સાથે 25,669.50ના સ્તરે ખૂલ્યો. સવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન નિફ્ટી FMCG, નિફ્ટી IT, નિફ્ટી 50 અને નિફ્ટી 100 સહિત અનેક નિફ્ટી સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આજે 3 નવેમ્બરના રોજ ટ્રેડિંગ સત્રમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, એમ એન્ડ એમ, ટીવીએસ મોટર કંપની, બીપીસીએલ, જેકે સિમેન્ટ, ટાટા કેમિકલ્સ સહિત ના શેર ટ્રેડ થઈ રહ્યા છે.

વૈશ્વિક બજારના સંકેત

વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતોને પગલે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ઘટાડા સાથે શરૂઆત થઈ.  એશિયન બજારો મિશ્ર વેપાર કરતા હતા, જ્યારે યુએસ શેરબજારો ગયા અઠવાડિયે ઊંચા સ્તરે બંધ થયા હતા. સોમવારે ચીનના PMI ડેટા પહેલા એશિયન બજારોમાં તેજી જોવા મળી હતી. જો કે જાપાની બજારો જાહેર રજાના કારણે બંધ રહ્યા હતા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.04 ટકા વધ્યો હતો, જ્યારે કોસ્ડેક 0.51 ટકા વધ્યો હતો.

સપ્તાહના અંતિમ દિવસે બજારની સ્થિતિ

તહેવારોની માંગ અને GST ઘટાડાને કારણે, ઓક્ટોબરમાં રેકોર્ડ વાહનોનું વેચાણ જોવા મળ્યું હતું. શુક્રવારે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર થોડા વધારા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સવારે 9.32 કલાકે સેન્સેક્સ 174 પોઇન્ટના વધારા સાથે 84,579.33 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 46 પોઇન્ટના વધારા સાથે 25,923.85 અંકે ખૂલ્યો. શુક્રવારના દિવસે TCS 0.48% વધીને ₹3,050, બજાજ ફાઇનાન્સ 0.37% વધીને ₹1,055.85, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ ₹1,493.25ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતા. જયારે M&M, HDFC બેંક, બજાજ ફિનસર્વ, ટાઇટન, ટાટા મોટર્સ DVR, L&T અને HCL ટેકના શેરમાં સામાન્ય ખરીદી જોવા મળી હતી.